June 13, 2015
અમૃત અાચમન...કોઈપણ ભોગે દાસના દાસ થવું જ છે. 'નિજાત્માનમ્ બ્ર હ્યરૂપમ્ ...'-- એ શ્લોક માં કદાચ અાપણને સમજ ના પડી, અને એરીતે અાપણાથી ન વર્તાયુ...તો આપણા બધાની ફરજ એ છે કે -- 'દાસ ના દાસ થઈને વળી જે રહેશે સત્સંગ માં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગ માં...બાપરે બાપ ...! કેવા અદભુત આશીર્વાદ આપ્યા...! સત્સંગ માં સુખી થવું હોય તો પરાવાણી માં અવિશ્વાસ નહીં લાવવાનો. સ્વામીની વાતો, વચનામૃત, પ્રીતે... યુગ પુરૂષોની વાણી માં ક્યારેય અવિશ્વાસ નહી લાવવાનો...કારણ આપણે સુખી થવુ છે. જેના ફળસ્વરૂપે-- ગમે તેવુ ભૂંડુ પ્રારબ્ધ બદલાય જાય. -- ગમે તેવી પ્રકૃતિ positive થઈ જાય...--પવિત્ર થઈ જાય...--ભક્તિપ્રધાન થઈ જાય...--દાસત્વથી ભરેલી થઈ જાય...અાપણે બધા એ દાસ થવુ છે.(૧૭-૫-૧૪ ગુરૂહરિ સ્વામીશ્રી.)
June 11, 2015
“મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથાવાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથાવાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે, ‘એમાં મોટા ગુણ નહીં આવે.’ અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થશે.” એવી રીતે વાર્તા કરી.
June 10, 2015
અમૃત અાચમન...આપણને નહી જેવા સામાન્ય પ્રસંગે અભાવ આવે, અરૂચિ આવે... પ્રસંગ માં કાંઈ ન હોય...જીનીયસ માણસો કદાપિ એના મન-બુધ્ધિ ના મૂલ્યાંકનોની કેર કરતા જ નથી. એ એના ધ્યેય તરફથી નીચે ક્યારેય ના ઉતરે.એ હાઈવે ઉપરથી નીચે ઉતરે જ નહી. વિશ્વ ના મહાન વિજ્ઞાનીક આઈન્સ્ટાઈન કદી પણ ધન કે કીર્તિ પાછળ પડ્યા ન્હોતા.પણ કીર્તિ એ એની પાછળ દોટ મુકી હતી. તમે જગત ને છોડો એટલે જગત તમારી પાછળ હોય જ. તમે મન- બુધ્ધિ ને છોડો એટલે મન-બુધ્ધિ તમને સાથ આપેજ.પહેલા છોડવા પડે. એજ મન-બુધ્ધિ તમને positive બનાવે. સાથ આપી જ દે.તમે કહો એમ જ કરે.( ૨૧-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી)
June 9, 2015
અમૃત અાચમન...આપણે બાપા ના જીવન માં જ ડૂબ્યા રહેવાનું છે. -- ૪૦ વરસ સુધી એકધાર્યુ રસોડુ...! -- ૨૦-૨૦ વરસ સુધી એકધારી વિજ્ઞાન સ્વામી, નિર્ગુણ સ્વામી ની સેવા...! -- કોઈનાય તરફ કિંચિત્ અપેક્ષા રાખ્યા સિવાય સેવા જ...! બાપા નું લાઈફ કેટલું સ્વ- કેન્દ્રીય હતુ ! અને આપણે શા માટે સ્વ-કેન્દ્રીય નહી? બે- પાંચ પ્રસંગો વિચારી ને રાત્રે આપણે સ્વાધ્યાય કરીને ભજન કરીયે...ઓહો કેટલું બળ મળે! પછી તો સ્વાધ્યાય માં આનંદ આવે.અને સ્વાધ્યાય કર્યા પછીનું ભજન પણ ડુંટી માંથી નીકળે. અને એ ભજન માં શિષ્ટાચાર ન હોય. ભજન અાત્મા માંથી સહજ કરવાનું મન થયા જ કરે, સહજ....! જ્યાં સ્વકેન્દ્રીય જીવન બને ત્યાં સુક્ષ્મ બાહ્યદ્રષ્ટી નો પ્રલય થઈ જાય છે.(૨૧-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
June 2, 2015
અમૃત અાચમન....બલિષ્ઠ આત્મા નું લક્ષણ શુ? અથવા જેના પર પ્રભુ ની દ્રષ્ટી પડી હોય એવા સેવક નું લક્ષણ શુ? (૧) પ્રભુ ના અાકારે વર્તે.(૨) પ્રભુ ના ગમતા માં વર્તે.(૩) સેવકભાવે જ સેવા કરે જાય.(૪) કોઇ ના તરફ અરૂચી નહી, કોઈનો અભાવ નહી.(૨૪-૨-૮૩.ગુરૂહરિ સ્વામીશ્રી.)
June 1, 2015
અમૃત અાચમન...'મારા પ્રભુ અક્ષરધામના....હું અક્ષરધામનો' -- એવી માનીનતા સવાર-સાંજ પાંચ-દસ મીનીટ રાખી ભજન કરવાનુ છે. કોઈ દોષ છે જ નહીં એનું અસ્તિત્વ જ નથી... એક દિવસ એવો આવશે કે તમે દીવો લઈને નીકળશો કે ' દોષ ક્યાં છે?' પણ તમને મળશે નહી! The day will definitely come! એ દિવસ જરૂર ચોક્કસ અાવશે કે તમે સર્ચલાઈટ લઇને નીકળશો કે ' દોષ ક્યાં છે? તમને એક દોષ નહી મળે -- તમારા પોતાનામાં નહી મળે, અને બીજામાં પણ નહી મળે! દોષ જેવી કોઈ ચીજ છે જ નહીં. તો સ્વભાવ-- પ્રકૃતિ તો છે જનહીં... એટલે રોજ માનવું કે ' અક્ષરધામ નો છુ. અને જે ભગવાન નું ભજન કરે છે એ મારો સાચો ભાઈ છે.'એને હુ આત્મીયતા કહુ છું. એટલે અાત્મીય બનવા માટે અવશ્ય પ્રયત્ન કરવો..(૧૨-૧-૯૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 29, 2015
અમૃત અાચમન.... આપણે એક શબ્દ કાયમ વાગોળીયે છીયે...' કોઈ આત્મીય બને કે ના બને.....' હવે આપણે સુહ્રદભાવ ની દુનિયા માં જવુ છે. એ સુહ્રદભાવ એટલે : 'સંકલ્પ- ક્રિયા- ભાવ તારા મુતાબિક જ.. 'તારા સંકલ્પ પ્રમાણે જ જીવન...' તારા ગમતા પ્રમાણેની ક્રિયા...' 'તારો ભાવ મીન્સ ' તારૂં બધુજ ગમે..' સંકલ્પ- ક્રિયા- ભાવ પ્રભુ માન્ય, પ્રભુમય બને એનું નામ આધ્યાત્મિક આત્મીયતા અથવા સુહ્રદભાવ. હુ દિલ થી માનુ છુ કે પંચ- મહાભુતો તમે જીતી લીધા છે. એનો અનુભવ તમને ધીમે ધીને થશે. આત્મીયતા ના માર્ગે ચાલનાર વ્યક્તિ , ટોપ સુરૂચિ રાખનાર વ્ચક્તિ -- એને પ્રભુ પંચમહાભુત જીતાડી જ દે. (૧૧-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 28, 2015
અમૃત અાચમન....આપણું આખુ જીવન સંબંધયોગ પર છે. ભગવાન સ્વામીનારાયણ ક્યાંથી! બસ... ગુણાતીત પુરૂષો ક્યાંથી!જીવન મુક્તો ક્યાંથી ! આપણે એક અાવા મહીમા માં રહેતા થવુ છે. તો ખૂબ સજાગ રહેવુ. -- અક્ષરધામ ના અધિકારી તો છીયે જ...-- લક્ષ ચોર્યાશી તો ક્યારનીય ઉડી ગઈ છે જ..! અખંડ દ્દષ્ટિ માં રહેલા આત્માઓ છીયે જ. હવે અાપણે આત્મીયતા ની કળા શીખી લેવી છે. સંબંધે જીવી લેવાની કળા શીખી લેવાની છે.જેથી આપણે સુખ પ્રાપ્ત કરતા જ રહીયે....આનંદ વધારતા જ જઈએ....(૧૦-૧-૯૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 26, 2015
વચ.ગ.મ.32 ભરથાણા Nov.23-90 "વળી એ જીવનું જે કલ્યાણ થાય અને એ જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન,ધ્યાન,કિર્તન અને ક્થા આદિક એ જ છે" * કલ્યાણ અનંત પ્રકારના છે. આપણે મંડ્યા છીએ ખરેખરા દીકરા થવા માટે. * કોઈ ગૃહસ્થ કોઈ રોડ પર જનાર વ્યક્તિને પોતાની મિલકત લખી આપતો નથી. તેવી જ રીતે ભગવાન એમના દીકરાને જ સર્વસ્વ આપે છે. * દીકરા થવા માટે શું કરવું જોઈએ? (તો ) ઉપરનું વચનામૃત. * જીવનું કલ્યાણ means દીકરો થયો.. * ગૃહસ્થને વાડી ગાડી વગેરે મળે એટલે કલ્યાણ માની લ્યે. તેવી જ રીતે જીવને માયિક ઇન્દ્રિયો-અંત:કરણના કજીયા ટળે તો કલ્યાણ માની લ્યે.પણ એ ખરેખરું કલ્યાણ નથી, કલ્યાણનો પ્રભાવ જ છે.જેવી રીતે ગૃહસ્થને આ ધરતી પર રહેવામાં જે નડતર દુર થાય તેથી કલ્યાણ મનાય,તેમ જીવને, દેહમાં રહેવામાં ઇન્દ્રિયો અંત:કરણના નડતર દુર થાય તેને બધાએ કલ્યાણ કહ્યું.પણ એ તો ફક્ત પ્રભાવ જ છે. Possesive Individualism અહિયાં પણ લાગે જ.અહિયાં ગુણોનું posesson..આપણે આત્માના કલ્યાણને અર્થે ભેગા થયા છીએ. * પ્રત્યક્ષનું જ્ઞાન,ધ્યાન,કિર્તન, કથા..ચાર રીતે સેવન કરવાનું છે ..પ્રત્યક્ષ સ્વરૂપની પહેલી નિષ્ઠા દ્રઢ કરવી પડે.જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જાય તેમ તેમ જ્ઞાન વિકાસને પામતું જાય.. જ્ઞાન એટલે નિર્દોષબુદ્ધિ!! * સદા દિવ્ય સાકાર.સર્વોપરિ. કર્તાહર્તા.હિતકારી,મંગલકારી. આ ચાર શબ્દોને પ્રત્યક્ષ સ્વરૂપને વિશે લગાડીને જીવીએ એનું નામ જ્ઞાન થયું કહેવાય. * આ ચાર શબ્દ આપણા જીવમાં દ્રઢ થઇ જાય એટલે નિષ્ઠા પાકી થાય.પછી એ સંકલ્પ કરે અને પોતાના સ્વરૂપના જ્ઞાનનું વિજ્ઞાન કરાવી દે.. -- ગુરુહરિ પ.પુ.સ્વામીજી
May 25, 2015
અમૃત અાચમન...પ્રભુને તો એક અપેક્ષા છે તમારી પાસે...શુધ્ધ અને નિર્દોષ અપેક્ષા છે -- ' સરળ થાવ...' બસ બીજી કોઈ અપેક્ષા જ નથી. પરમ કૃપાળુ પરમાત્મા એ અાપણા માટે સંકલ્પ કર્યો-- ' સુખીયા થાવ...સુખીયા થાવ... એવા એક સંકલ્પ સાથે મહારાજ જ્યારે પૃથ્વી પર અાવ્યા...ત્યારે અાપણી ફરજ છે કે અાપણે પુણ્ય જ વધારતા જઈએ. ગુણાતીતાનંદ સ્વામી ની વાત માં લખ્યુ , મહારાજે વચનામૃત માં લખ્યુ કે ' કદાચ કોઈની શ્રધ્ધા ન હોય, અબજો વર્ષ થી રખડીયે છીયે! કદાચ જનમ લેવાનો થાય તો બી સત્સંગ માં જ અાવવાના છીયે. પણ આત્મીય બનવાનો સંકલ્પ જેનો દ્રઢ હોય એનો છેલ્લો જનમ પાકો જ છે! સંકલ્પ પાકો રાખવાનો...'કોઈ આત્મીય બને કે ના બને...' ( ૯-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી)
May 24, 2015
અમૃત અાચમન...આપણે ફિજીકલી નાપાસ થવુ નથી. અને કોઈપણ ભોગે આત્મીય થવુ છે. નાના માં નાના અલ્પસંબંધ વાળા ના આત્મીય થવુ છે...અને જ્યારે ભજન કરવા બેસીયે ત્યારે 'સ્વામી નારાયણ...સ્વામીનારાયણ....એક જાણપણુ inner sub- conscious mind માં રાખવાનું - ' હું અક્ષરબ્રમ્હ જ છું... તુ નારાયણ.' મન- બુધ્ધિ ના બે ભાગ પાડી દેવાના...મન ને પ્રભુ તરફ...બુધ્ધિ ને અંતર તરફ.. પ્રભુ એ સંકલ્પ કર્યો છે -પોતાના સ્વરૂપ ને ઓળખાવવાનો.. પ્રભુ એ જ સંકલ્પ કર્યો છે - સહુ ને અંતર થી સુખી કરવા નો, અાત્મીય બનાવવા નો...ભલે અાપણા માં બે પૈસા ની બરકત નથી, છત્તાંય પ્રભુએ જ હેત કર્યુ છે. બધુ જ એમણે કર્યુ છે.(૧૨-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 20, 2015
અમૃત અાચમન....જ્યાં સુધી નિષ્ડા દ્રઢ ના કરી હોય ત્યાં સુધી નિર્દોષબુધ્ધિ માં મહારાજ લઈ જતા નથી. નિષ્ઠા દ્રઢ થાય એટલે -- હલકાફુલ થઈને જીવાય. બડવાળ જતો રહે. હૂંહાટો જતો રહે. ડોળ- દંભ જતા રહે. ખેંચમ-તાણ જતી રહે. પ્રસંગો માં લેવાય નહી. જ્યાં સુધી પ્રસંગો માં લેવાય જવાય છે ત્યાં સુધી નિષ્ડાની કચાશ છે જ...જ...જ...! નહી જેવો સામાન્ય પ્રસંગ બને...એમાં હોય કશુ નહીં. પણ એટલા માં તો જ્ઞાનતંતુ બધા હાલી જાય. અાપણે અરસ પરસ પ્રસંગ બનતા હોય તો મનને vibrate નહી થવા દેવાનું. તમારી રીતે કોઈ ન વર્તે તોય તમારે મનને vibrate નહી થવા દેવાનું. જો મન સામાન્ય પણે પણ vibrate થયું તો નિષ્ડા ની કચાશ જ કહેવાય.અાપણે બાપા ના બળે નિષ્ઠાવાન થવુ છે.(૧૨-૪-૧૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 19, 2015
અમૃત અાચમન..જો ચટ્ટાનો સે ટકરાતે હે, ઉસે તુફાન કહેતે હે. જો તુફાનો સે ટકરાતે હે, ઉસે યુવાન કહેતે હે. જો પ્રતિકુળતા મે સમ વર્તતે હે, ઉસે ભક્ત કહતે હે. જો પ્રતિકુળતા મે પ્રફુલ્લિત રહેતે હે ઉસે અાત્મીય કહેતે હે.... પ્રતિકુળતા--સાનુકુળતા માં સમભાવ. સુખ--દુ:ખ સમભાવ.શીખંડ--રોટલો સમભાવ. પ્રતિકુળતા માં પ્રફુલ્લિતતા,અાત્મીયતા...અા માર્ગ પર અાપણે ચાલવાનું છે. સમ રહેવુ એ પહેલુ સ્ટેજ છે. અાનંદ ના જવા દેવો અને અહોહોભાવ રહેવો એ આત્મીયતા નુંપ્રથમ લક્ષણ છે. અાપણે અા માર્ગે જવાનું છે.( ૩-૧-૯૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 17, 2015
અમૃત અાચમન...અનંત પ્રકાર ની અપેક્ષાઓ છે. અપેક્ષા એટલી જ રાખીએ: 'તુ રાજી થા' અનંત પ્રકાર નું માન છે. માન એટલું જ રાખીએ: 'હું સેવક છુ' ' હુ સેવક તુ સ્વામી' -- એનો કેફ અને મસ્તી રાખીએ તો સત્સંગ સહેલો છે! ( ૪-૬-૮૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 15, 2015
અમૃત અાચમન..બાપા ને સારણ ગાંઠ નું ઓપરેશન કરાવવાનું હતુ...ઓપરેશન ૩.૫ કલાક ચાલ્યુ....એક નાની હાડકી કપાતી ન્હોતી...શાથી? એટલી બધી સેવા કરી હતી કે' હાડકા માંથી રસકસ ખેંચાય ગયા હતા...હાડકા કઠોર થઈ ગયા હતા! ડો. ના શસ્રો ચાલતા ન્હોતા. હું જ્યારે યોગ માં અાવ્યો ત્યારે બાપા ના શરીર ને વિશે ૧૮ રોગ હતા!!! ઓપરેશન પછી લૌકીક રીતે ભાન માં અાવ્યા ત્યારે પહેલો જ અવાજ નીકળ્યો..." શાસ્રીજી મહારાજ ને દુધ પાયુ?!" કેવી કલ્પનાતિત એ ભક્તિ? ઓપરેશન પછી રાતે એક સેવકે પુછ્યુ" સ્વામીજી કોઈ તકલીફ તો નથી ને?" અલમસ્ત જોગી ૩ વાક્ય માં એટલું જ બોલ્યા, અા દેહ શાસ્રીજી મહારાજ નો છે ને શાસ્રીજી મહારાજ ને રાજી કરી લેવા છે.અા દેહ ઉપર દયા નથી લાવવી.શાસ્રીજી મહારાજ ને ગમે છે એવી સેવા કરી જ લેવી છે.એનો દેહ એ સાચવશે.આવી તક મને ફરી ક્યારે મળશે? અાપણા ઉપર શાસ્રીજી મહારાજ ની કેવી દયા છે! અાપણને દ્રષ્ટી માં રાખ્યા છે...અાપણું નિરંતર ધ્યાન રાખી રહ્યા છે....શાસ્રીજી મહારાજ શા માટે હોસ્પીટલ માં અાવ્યા? તેમને મારા વતી વિનંતિ કરવી હતી ને..તેઓ ને અહીં બેસી રહેવાની શી જરુર હતી? એતો કરુણાનિધિ છે... પણ તમે વિનંતિ કરવાનું કેમ ચુકી ઞયા?" એ ભક્તિ નિતરતા વાક્યો નો વીચાર કરીયે ત્યારે ખ્યાલ અાવે કે ' બાપા કેવા શાસ્રીજી મહારાજ માં ડુબી ગયા હશે? કેવા અાકારે થઈ ઞયા હશે? અાવી જ વાતો સ્વાધ્યાય માં વાગોળવાની છે.(૧૨-૧૧-૮૩.ગુરૂહરી સ્વામીશ્રી.)
May 14, 2015
અમૃત અાચમન...માન ને કાઢવા માટે મહારાજે અાપણને સર્વોપરી ઉપાય બતાવ્યો છે.... ' તારે લઈને હું...' પ્રભુ ને નિરંતર પ્રાર્થના જ કરવાની.....' અા slate ઉપર તારે જે લખવુ હોય તે લખજે....' કરોડો વર્ષ થી આપણે અાપણી રીતે જ લીટા કર્યા છે. હવે એને લખવા દ્યો...આ સિવાય....નિર્માનીપણા નો અાનંદ...બુધ્ધિયોગ નો આનંદ...અાત્મીયતા નો અાનંદ...સંબંધ નો અાનંદ...આપણ ને પ્રાપ્ત થતો જ નથી. નિર્માનીપણા થી જ અક્ષરબ્રમ્હ ના સાધર્મ્યપણા ને પમાય છે....(૭-૪-૯૭.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 13, 2015
અમૃત આચમન... આત્મીયતાનો અર્થ છે: - ખુલ્લા દિલની વાતો... - સુખ-દુ:ખના ભાગીદાર... - 'તારું એ મારું, મારું એ તારું.' - 'હું તે તું...', 'તું તે હું...' - ત્યાં ખોટું લાગવાપણું હોઈ શકે નહિ. - આત્મીયતાની દુનિયામાં એક આનંદ જ છે, એક જ સંબંધ છે; કોઈ પીળી છાંટ નથી, બુદ્ધિવાદ નથી, પ્રકૃતિવાદ નથી. આત્મીયતા એટલે: - Total પોતાપણાની ભાવના - 'હું પ્રભુનો, પ્રભુ મારા.' - 'સંબંધવાળા મારા જ...' કોઈપણ સેવક પ્રસંગે કર્તાહર્તા ના માને એ વ્યક્તિ ક્યારેય આત્મીય ના બની શકે. (૩-૪-૯૮, ગુરૂહરિ સ્વામીશ્રી)
May 12, 2015
અમૃત અાચમન....કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ વાળી આત્મીયતા હોય તો....એ વ્યક્તિ તમારૂં ઞમે તેટલું અપમાન કરે,ઉપેક્ષા કરે પણ જો હૈયા ને વિષે પુરૂષોત્તમ નારાયણ ના સંબંધ વાળી આત્મીયતા સ્થીર થઈ હોય તો....'પ્રભુ ના છે એ મારા જ છે' એવુ મનાય જાય એના ફળસ્વરૂપે ક્યારેય કોઈ ના માટે ભાવફેર ન થાય.મીઠાશ સહજ રહે. કોઈપણ પ્રસંગ નકામો ઉભો થતો નથી. અને એ પ્રસંગે જેટલા કર્તાહર્તા મહારાજ ને માન્યા તેટલો જ તમારા હૈયા ને વિષે અાનંદ.....જેટલો પોતાનો દોષ જોઈને પ્રાર્થના કરીયે તેટલો જ અાનંદ....પોતાના દોષ નું દર્શન ન થાય એ મોટા માં મોટો મોહ છે.(૧-૩-૮૮.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 10, 2015
અમૃત અાચમન...સત્પુરૂષ જ્યારે સ્થુળ દેહે દુર હોય ત્યારે સાધક માટે સંબંધ ની સીઝન શરૂ થાય છે....મોટા પુરૂષ માં વધારે વૃત્તિ રાખવાની,સ્પીડ થી એનામાં ખોવાય જવાનું છે, અંતે એના એક માં જ ઓગળી જવાનુ છે.(૧૧-૬-૮૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 9, 2015
અમૃત અાચમન...અનંત પ્રકાર નું ટેન્શન હોય...'અ...નં...ત' શબ્દ પૂરો થઈ ગયો. (૧) શરીર માં ગમે તેટલો રોગ અાવી ગયો હોય,(૨) બીજી બાજુ મલિન વિચારો ભયંકર ઉઠતા હોય,(૩) વિરૂધ્ધ પ્રકૃતિ વાળા મુક્તો અાપણા માટે અનંત રીતે બોલતા હોય....છત્તાંય અાપણે સ્થીરતા એટલી પાકી રાખવાની છે -- ' હું ભગવાન નો દીકરો છુ.' અાટલો ભાવ હૈયા ને વિષે સ્થીર કર્યા સિવાય છુટકો જ નથી.અાપણને અાપણા માવતર નો કેફ,બળ,જાણપણુ હૈયા ને વિષે સહજ જ રહે એ માટે તમારે સજાગ થઈ ને મ૫૦, છે.૫....પ્રીતિ ના વચનામૃતો નું વિશેષ મનન ચિંતવન કરવુ પડે.'મારા જીવન માં સર્વોપરી સ્થાને મારો પ્રભુ જ...એ પ્રભુ ને રાજી કરવા સિવાય મારો કોઈ જ સંકલ્પ હોય ન શકે... અા એક અાધ્યાત્મિક વિવેક છે.(૩૧-૫-૯૧.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 5, 2015
અમૃત અાચમન...1. સુખદુ:ખ ના ભાગીદાર થવુ એ સામાન્ય સુહ્રદભાવ કહેવાય. એકબીજા ને મદદ કરવી એ સામાન્ય સુહ્રદભાવ કહેવાય......પણ કોઈ વ્યકિત હેત,પ્રીતિ રાખે કે નરાખે છત્તાંય મીઠાશ ન જાય એ અવસ્થા જુદી છે. વગરવાંકે ભગદી ટોકે,વઢે,ધખે...અને છત્તાય નિર્દોષબુધ્ધિ સહજ રહે એ સુહ્રદભાવ જુદો પડી જાય.સંકલ્પ ક્રિયા ને ભાવ કેવળ પ્રભુ ના જ અાકારે....કલ્પના બહાર ની અવસ્થા છે. ત્યાં બધુ જ મુકવુ પડે. પોતાની સમજણ, માનીનતા, અંગ, વૃત્તિઓ....અને ત્યાર પછી સુહ્રદભાવ ની શરૂઅાત થાય છે.(૬-૩-૮૬. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 4, 2015
અમૃત અાચમન..2..મન-બુધ્ધિ ના વિચારો ને બાજુ માં રાખીને અાત્મીય બનીને વર્તવા નો સંકલ્પ કરજો.....ખબરેય નહી પડે ને હઠ, માન, ઈર્ષા ના ભાવો ક્યારે જતા રહેશે?(૫-૪-૮૬.ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 2, 2015
અમૃત અાચમન...અનંત પ્રકાર ની અપેક્ષાઓ છે.....પણ અાપણે એટલી જ અપેક્ષા રાખવી છે -- 'તુ રાજી થા' અનંત પ્રકાર નું માન છે પણ અાપણે એટલું જ જાણપણુ રાખવુ છે -- ' હુ સેવક છુ.' 'હુ સેવક તુ સ્વામી' આટલા જ જાણપણે રહીયે તો સત્સંગ બહુ સહેલો છે.( ૪-૬-૮૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
May 1, 2015
અમૃત અાચમન....અાપણી વૃત્તિ એકધારી પ્રભુ તરફ સ્થીર થાય તો જ મહિમા માં અખંડ રહેવાય, કર્તાહર્તાપણુ હ્રદય ને વીશે સ્થીર થાય જ. મહિમા થી દાસત્વ તરફ જવાય...પણ સ્વરૂપનિષ્ડા સમજ્યા સિવાય દાસત્વ સ્થિર ના થાય. 'તુ કર્તાહર્તા છુ - એક જ...' 'તુ જ મંગલકારી મુર્તિ છુ - એક જ...' તુ જ સર્વ માં વ્યાપક છુ - એક જ...' ' તારે લઈ ને હુ બોલી રહ્યો છુ - એક જ ...' તુ એક જ મારા ઈન્દ્રિય-અંત:કરણનો પ્રકાશક... ' તુ સનાતન દિવ્ય સ્વરૂપ એક જ...' અા સ્વરૂપનિષ્ઠા... સ્વરૂપનિષ્ડા અને મહિમા નું combination - must...must....must...! એ નથી થતુ બાહ્ય-દ્રષ્ટિ ના પાપે કરીને... અક્ષરબ્રહ્ય ની એક જ કૈલેજ એવી છે કે જ્યાં દાસત્વ સ્થિર થાય છે; એવી અદભૂત top બ્રમ્હવિદ્યાની કોલેજ માં આપણે વિદ્યાર્થી છીયે... (૨૯-૧-૨૦૦૩.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 25, 2015
અમૃત અાચમન...યોગીજી મહારાજ કહેતા..."મોટા પુરૂષ નું બધુ જ ગમે એમાં સાધના પુરી.." બાપા ના હરેક હલન ચલન માં કેવી ર્નિદોષતા ! કેવી એ મીઠાશ ! કેવી એ મંગલકારી રસઘન મુરતી ! કેવો અાપણા માટે એનો દાખડો ! કેવી એની મીઠી દ્રષ્ટી ! કેવી એની અપ્રતિમ પ્રીતિ ! કેવુ એનુ નિર્દોષ... નિતરતુ...'મા' ને પણ શરમાવી નાંખે એવુ હાસ્ય! કેવી એની મસ્તી! કેવી એની નિશ્ચિંતતા! કેવુ એનુ ભજન! કેવુ એનુ બોલવુ ચાલવુ! એ નીતરતી રસઘન દિવ્ય મુર્તિ ના ગુણો બસ વિચાર્યા જ કરૂ, વિચાર્યા જ કરૂ...કેવો એનો રાંકભાવ! કેવુ એનુ માતૃત્વ! કેવો એનો ગરીબભાવ! કેવી એની ગુલામ અવસ્થા! કેવી એની ગરજ......સવાર ના પહોર માં અાટલા ગુણો વિચારતા વિચારતા ક્યાં ૩૦ મીનીટ નો સ્વાધ્યાય થઈ જાય એ ખબર જ ન પડે....(૪-૩-૮૬.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 23, 2015
અમૃત અાચમન....કોઈ મારી અાજ્ઞા માં વર્તે-ના વર્તે....પ્રસંગ ગમે તેવો ઉભો થાય, ગમેતેવી વિપરીત પરિસ્થિતિ માંથી પસાર થવાનું થાય... પણ હરખ શોક હૈયા ને વિષે જનમ્યો ત્યારથી નથી...પછી તો યોગ માં અાવ્યા એટલે બાપા એ જ દિલ માં મનાવી દીધુ કે ' કર્તા હર્તા કેવળ મહારાજ છે... : ((૧-૧૨-૮૫.ગુરૂહરિ સ્વામીશ્રી)
April 22, 2015
અાધ્યાત્મીક માર્ગે પ્રીતિ નું મુલ્યાંકન તદન જુદુ છે. પ્રીતિ એટલે મોટૃપુરૂષ ના વચન માં જેટલો વિશ્વાસ તેટલી જ એની પ્રીતિ ચૈતન્ય ને વિશે દ્રઢ કહેવાય. જેટલો અવિશ્વાસ એટલી પ્રીતિ ની ખામી.... બીજી બાજુ પ્રભુ જ્યારે પ્રસંગ મુકી ને અહંતા,મમતા, હઠ,માન,ઈર્ષા ના થરો ને સાફ કરતા હોય, દૂર કરતા હોય, તેવે વખતે જીવ બેબાકળો થઈ જાય છે. એ વખતે સત્પુરૂષ ને વિશે મનુષ્યભાવ ના સંકલ્પ ઉઠવાનાજ....પણ જો ખરેખરી પ્રીતિ હોય તો એ પ્રકાર ના સંકલ્ચ વિકલ્પ માં ફસાવાય નહી. મોટાપુરૂષ ના વચન માં, એમના સ્વરૂપ માં ક્યારેય મનુષ્યભાવ ની લહેરી ના અાવે. અાવે તો ભજન કરે,ટાળવા સુરૂચી રાખે,પ્રાર્થના કરે, બળ માંગે.....આનુ નામ પ્રીતિ.(૧૫-૧૧-૮૫. ગુરૂહરિ સ્વામીશ્રી)
April 20, 2015
સ્વામીશ્રીના મતે પાત્રતા એટલે શું? આવો સાથે મળીને સ્વાધ્યાય કરીએ અને આવી પાત્રતા પ્રભુ બક્ષીસ આપે તે માટે અર્ચીએ....
૧.એમને મારા પર વિશ્વાસ આવે તે |
૨.હરેક પ્રસંગે એમનું જ બળ લઇ એમને ઉપાયભુત કરીએ તે. |
૩. એમના જ ગમતમાં વર્તવાનો સંકલ્પ કરીએ તે |
૪.મારા ૧૦એ ઇન્દ્રિયો અને ૪ અંતઃકરણ આપના સન્મુખ.. |
૫. કેવળ તું જ મારો આધાર |
૬. હરેક ક્રિયામાં તારું જ અનુસંધાન.. |
૭. કોઈ માન અપમાન નહિ. |
૮. તું જ કરતા હરતા. |
૯. સંપૂર્ણ નિમીત ભુલકું. |
૧૦. તારા સિવાય કિંચિત કોઈ વાહલું નહિ.. |
સ્વામીશ્રી વર્ષો પેલા કેતા કે" જ્યાં સુધી પાત્રતા નો આવે ત્યાં સુધી અક્ષરપુરષોત્તમ નો આનંદ હૃદયના વિષે સ્થીર નો થાય....સત્સંગનું સુખ કેશર કેરી જેવું નો લાગે.. આવી પાત્રતા તોજ પ્રભુ આપળને બક્ષીસમાં આપે જો આપણામાં જે સ્વરૂપ મળ્યું છે તેમાં સંપૂર્ણ નિષ્ઠા હોય તો.. પાત્રતા નિષ્ઠાને આધીન છે... જેની જેવી નિષ્ઠા તેવી તેની પાત્રતા..."
હેં સ્વામીજી..!
અમ સૌ ભૂલકા આપના આશ્રિત તો છીએ પણ હજુ ક્યાંક ઊંડે ઊંડે અવિશ્વાસ છે, અમને એવું બળ આપો કે આ માયાના સ્તર પરથી ઉપર ઉઠી,આપજ અનંત બ્રહ્માંડના નિયંતા છો એવો મન બુદ્ધિ પરનો વિશ્વાસ અમને આપો..જેથી અમે આપના પૂર્ણપણે આશ્રિત બની રહીએ...
વર્તવામાં ક્યાંક ક્યાંક કસર ભૂલથી રહી ગઈ હશે તો આપ ધ્યાનમાં નહી લો પણ જો સમજણમાં કાચપ રહી ગઈ હશે તો કોઈ કાળે ધામ આપ બક્ષીસ નહિ આપો..
કૃપા કરજો...
દાસા નું દાસ...
April 19, 2015
પાપ પુણ્ય ના ઢગલા ગુણાતીત પુરૂષો પાસે હોઈ શકે નહી. પાપ પુણ્ય ની વ્યાખ્યા ગુણાતીત પુરૂષો પાસે હોઈ શકે નહી. ત્યાં એક જ વસ્તુ હોઈ શકે: જે દિવસે તમે પ્રભુ ના યોગ માં અાવ્યા , તમારૂં જીવન ધન્ય થઈ ગયુ. જે દિવસે તમે એને સ્વીકાર્યા એ દિવસ થી તમારે કઈ કરવાનું ના રહ્યુ. યોગીજી મહારાજ કહે," અક્ષરધામ માં જે દર્શન કરવા ના છે તે દર્શન તમને અહીં બેઠા થઈ રહ્યા છે." જેતલપુર ની વેશ્યા ને એક જ સેકન્ડ માં પવિત્ર બનાવીને અાશીર્વાદ અાપનાર, શુધ્ધ બ્રમ્હચર્ય ધારણ કરનાર મુક્તાનંદ સ્વામી ની કક્ષા એ મુકી દીધી -- એ સહજાનંદ ની કલ્પના અાવે એવી છે નહી! તમે યોગ માં અાવ્યા ત્યારથી તમારૂ અનંત પ્રકારનું ઉધાર પુરૂ થઈ ગયુ! અનંત પ્રકારનું જમા પાસુ તૈયાર થઈ ગયુ!(૨૫-૧૨-૮૩.ઞુરૂહરિ સ્વામીશ્રી)
April 18, 2015
દિલથી અને અંતર થી કહીશ : સાધકો અને સેવકો એ કાંઈ કરવાનુ નથી. બધી જ ગરજ મહારાજ થી માંડી ને અત્યાર સુધી ના ગુણાતીત પુરૂષો એ જ રાખી છે. કાંઈ કરવાનું નથી. સાફેય એ કરશે...અાનંદ બી એ કરાવશે...દોષ બી એ ટાળશે... બધી જવાબદારી તમારી એક-એક સેકન્ડ ની તમને ખબર નથી છત્તાંય ક્યારનીય લઈ લીધી છે.- તમારી ચેતના ની હરેક સેકન્ડની! તમારે એક જ વિચાર માં રહેવાનું છે: થોડુ ગમતા માં વર્તવા માટે સુરૂચી રાખીયે.પ્રભુ એ સંકલ્પ કર્યો છે તમને અંતર થી સુખી કરવાનો. એ તમારા સુખદુખ ના ભાગીદાર થશે; થવા દેજો .ધરતી ના સર્જન પછી આવો સુહ્રદભાવ,આવી સુરૂચિ, અાવી એકતા અાવો સ્વધર્મ, આવી નિર્દોષબુધ્ધિ,અાવી સરળતા, અાવી સુઝ ધરતિ ના પટાંગણ પર ક્યાંય દેખાતી નથી.(૫-૬-૮૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 17, 2015
વરસ સુધી મહાપ્રભુ એ પોતાની જીભ પર અન્ન નથી મુક્યુ...! સાત વરસ...! Constant and continuous ...! જેણે અાખા શરીર નુ લોહી ભુરૂ બનાવી દીધુ હતુ! ધરતી ના પટાંગણ પર અદભુત તપસ્વી...! વનવિચરણ માં ઘણી વખત શૂળો ખૂંચે,અને ત્યારે પાણી નીકળે..!લોહી ના નીકળે..! છત્તાંય એ બ્રમ્હમસ્તીથી...! સાત વરસ સુધી અન્ન વસ્ત્ર જ નહી.... શરીર પર બીજુ કોઈ કપડુ જ નહી..કૌપીન જ ! હિમાલય ની એ કડકડતી ઠંડી માં...એ ઠંડી એમના શરીર નો નાશ ના કરી શકી. કાળ એને સ્પર્શી ના શક્યો. પછી પ્રભુ એ કહ્યુ, " મારી તપશ્વર્યા નું પુણ્ય મારા હરીભક્તો ને વહેંચવા માટે મેં તપ કર્યુ છે!" એ ભગવાન ની supremacy છે ! પોતે પુણ્ય કરે અને બળ તમને મળે....અા પ્રભુ ની કરૂણા છે. એ અાપણા માટે તપશ્વર્યા કરે છે, કારણ અાપણા ધર્મ- જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ ને વિકસીત બનાવવા માટે...દેદિપ્યમાન બનાવવા માટે...જાઞ્રત કરવા માટે...અાપણે કેવા નસીબદાર છીએ ! પ્રભુ એ અાપણા માટે કેવી કાતીલ અને કારમી તપશ્વર્યા કરી!(૫-૪-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી)
April 16, 2015
"ધરતીના દરેક માનવીના શરીરને જો કોઈ મોટામાં મોટો રોગ વળગ્યો હોય તો, શરદી નહિ,કેન્સર નહિ,એઇડ્સ નહિ,કબજીયાત નહિ,જેટલા રોગ છે...ગેસ નહિ..એક જ રોગ છે સંકલ્પ-વિકલ્પ!! ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું, અમે તો સંકલ્પ વિકલ્પ નો રોગ ટાળવા આવ્યા છીએ.
April 15, 2015
આધ્યાત્મીક માર્ગે ૩ પ્રકાર ની ભક્તિ...(૧) નવધા ભક્તિ...પ્રભુ ને જમાડવા, લાડ લડાવવા, દંડવત્ કરવા, મનન, શ્રવણ, સ્મૃતિ. નવધા ભક્તિ માં અપેક્ષા એ કરીને નાપાસ થઈ જવાય.(૨) એથી અાગળ એક ભક્તિ છે સમર્પણની....'તારે અર્થે શુ ન થાય?' સમર્પીત ભક્ત ના જીવન માં અભાવ નહી, માથાકુટ નહી, પ્રભુ તરફ જ નજર ....એકજ ઠરાવ હોય; એ જેમ રાખે તેમ રહેવુ છે, જ્યાં રાખે ત્યાં રહેવુ છે, જેવી રીતે રાખે તેવી રીતે રહેવુ છે...અાવા સેવક નું મન દુ:ખાટ અનુભવવા ને અસમર્થ...અાહુતિ, બલિદાન. એથી અાગળ ની ભક્તિ છે (૩)નિર્દોષ બુધ્ધિ ની....અા જેવી કોઈ સેવા નહી , અાજેવી કોઈ ભક્તિ નહી. ' જેવા મહારાજ ધામ માં ....એવા જ પૃથ્વી પર અખંડીત...એવા ને એવા મારા હ્રદયાકાશ ને વિશે અખંડીત...' એવી માનીનતા ની જે દ્રઢતા...અને એ દ્રઢતા સહીત ગમતા માં વર્તવુને ગમાડવુ એનુ નામ નિર્દોષબુધ્ધિ.(૧૧-૬-૮૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 14, 2015
મહારાજે પોતાનું પુણ્ય સૌનાય અાત્માઓ માં વહેંચવાનો દ્રઢ સંકલ્પ કર્યો! 'ના જોઈ જાત કુજાત પુરૂષોત્તમ પ્રગટી રે...' મહારાજ થી માંડીને બધા જ ગુણાતીત પુરૂષો..--પ્રેમ કરતા જ રહ્યા...--નિરપેક્ષભાવે તમારા માં ખોવાઈ ગયા...--નિરપેક્ષભાવેતમારી સાથે પ્રીતિ કરી...--નિરપેક્ષભાવે માનવ-જાતિ ની સેવા કરી...નિરપેક્ષભાવે લોહીનું પાણી કરી નાંખ્યુ...--નિરપેક્ષભાવે સૌની ચરણરજ થઈને સૌની ચરણરજ માં આળોટયા! આથી વિશેષ આપણે શુ જોઈએ છે? અદભુત ઉપાસના...! અદભુત પ્રાપ્તિ...! અદભુત પ્રેમ...!અદભુત નિર્દોષ નિરપેક્ષ સાધના...!(૩-૬-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી)
April 13, 2015
દુનિયા ની કોઈપણ વ્યક્તિ હોય, ધર્મી કે અધર્મી, પાપી કે પુણ્યશાળી, નાનો હોય કે મોટો, ગરીબ હોય કે તવંગર, પણ એ વ્યક્તિ પોતાના ગુરૂ ને દિલ થી સ્વીકારે એજ એની સાધના ની પુર્ણાહુતિ છે. જ્યારે અાપણ ને એમ સંકલ્પ ઉઠે કે ' મારા ગુરૂ અાટલું ઠીક કરે છે અને અાટલું ઠીક નથી કરતા...' એ દિવસે અાપણું પતન જ સમજી લેવાનુ.(૩-૧૦-૮૪.ગુરૂહરિ સ્વામીશ્રી)
April 10, 2015
બાળક બુધ્ધિ એટલે 'બીજો મારી રીતે વર્તતો હોવો જોઈએ.'અને ન વર્તે એટલે એની ઉપેક્ષા કરો, ટીકાચર્ચાકરો...એનુ નામ બાળક બુધ્ધિ. મારૂં સમજણ નુ અંગ હોય અને કોક નુ હેત નું અંગ હોય અને હુ હેત ના અંગ નો સ્વીકાર ન કરી શકુ એ મારી બાળક બુધ્ધિ કહેવાય. અણસમજણ, અજ્ઞાન કહેવાય.અહમ કહેવાય.મને બધા જ ગમવા જોઈએ. પ્રભુ ના છે એટલે બધા જ ગમે. જીભડી કેવી રીતે બોલુ શકે? એક વાર પ્રભુ ને સોંપી તો જુઓ એટલે પતી જાય. હે પ્રભુ ! અા દેહ તારો છે...૫૧ ભુત તારા છે. સુખે ય તારૂ... દુ:ખે ય તારૂ...આવી કથાવાર્તા વાગોળીયે તો પણ પંચવિષય ના રાગ- સંકલ્પ ઝેર જેવા થઈ જાય.( ૧૫-૩-૮૫.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 9, 2015
ભગવાન સ્વામિનારાયણ ને એક વખત પર્વત ભાઈ એ પ્રશ્ન પૂછ્યો કે, "મહારાજ! તમે તો સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ! તમારે માળા ફેરવવાની જરૂર ખરી?" ભગવાન સ્વામિનારાયણ તરત જ બોલ્યા કે,"હું મારા ભગતની માળા ફેરવુ છુ.હુ એને સંભારૂ છુ કારણ કે --એને બળ મળે, એને સુખ મળે, એના દેશકાળ જાય,એ મારી નજીક અાવે, મારો એમાં વાસ થાય. એટલા માટે એવા હરિભક્તો ને સંભારૂ છુ."(૮-૬-૮૬.ગુરૂહરિ સ્વામીશ્રી)
April 8, 2015
પ્રભુ જે ક્રિયાયોગો કરે છે: (૧) ભૂંડા પ્રારબ્ધ બદલવા માટે...(૨) મુક્તો ને સેવા અાપવા માટે, બળ પમાડવા માટે...(૩) મુક્તો ને લાડ લડાવવા માટે...(૪) મુક્તો ને પોતાના અાકારે બનાવવા માટે...એટલા માટે એ અક્ષરધામ માંથી પૃથ્વી પર અાવ્યા! બાકી તો એ અસલી મૂળ નારાયણ ની તાકાત તો એટલી બધી છે કે ' અક્ષરધામ માં બેઠા થકા જો એ સંકલ્પ કરે, તો અાલોક ના માનવીઓ નેપોતાના સુખે સુખીયા કરી નાંખે એવી તો એની તાકાત છે! અક્ષરધામ માં બેઠા થકા એ સુખી કરી નાંખે...! એને પૃથ્વી પર અાવવાની કોઈ જરૂર નથી...! એવી એની અપરિમિત તાકાત...!!!(૨૦-૫-૮૧ઞુરૂહરિ સ્વામીશ્રી.)
April 7, 2015
ભગવાન સ્વામીનારાયણ નો સંકલ્પ જછે કે ' મારે તમને કરૂણા થી નવડાવી દેવા છે... એક જ શરત છે --પ્ર-૧૬,-૧૮' કરૂણા થી નવડાવી દેવા છે...અનંત સુખ...! કાંઈ સુખ જ નથી અાઈસક્રીમ માં...જગત ના પંચ વિષય માં સુખ નથી. ૧૪ લોક નું સુખ- અપ્સરાઓ, દેવાંગનાઓ સાથે- બધા ના સુખ કાકવિષ્ટા તુલ્ય છે. કાંઈ સુખ નથી. એવા એક અદભુત સુખ માં લઈ જવાનો સંકલ્પ નારાયણ નો છે. અને મફતમાં...સંબંધે...શરત અાટલી છે: પ્ર૧૬,-૧૮...અને ભગવાન ના ભક્તો ની સેવા ભગવાન ના ભાવથી...પોતા તરફ નજર રાખીને...( ૨૪-૩-૯૯. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
April 6, 2015
એકાંતિક ભક્તિ ને યોગ્ય એવા અાપણે સહુ... જેના જીવન માં મોટાપુરૂષ ને જ રાજી કરી લેવાની દિલ ની ખરેખર ભાવના છે. એવા સેવક પર ટોટલ કંટ્રોલ પ્રભુ નો છે. પછી જે પણ પ્રસંગો પ્રભુ ઉભા કરે છે એનું કારણ એ છે કે 'પ્રભુ તમને એકાવધાની બનાવવા માંગે છે. તમારા દેહ માંથી, તમારા મન માંથી, તમારી બુધ્ધિ માંથી પ્રીતિ તોડાવી ને એકધારી એમની સાથે જ ટોપ પ્રકાર ની પ્રીતિ કરાવવી છે.પણ અાપણે એને સ્વીકારી શક્તા નથી. અભાવ લઈએ, દુ:ખાઈએ, વિચાર માં પડી જઈ એ છીએ પણ ગ્લાની કે ચિંતા માં ગયા સિવાય મોટા પુરૂષ તરફ જ નજર રાખી જીંદગી નો સમય ના બગડે તે માટે એક જ શબ્દ ઘુંટજો 'સરસ'.( ૪-૧૦-૮૪.ગુરૂહરિ સ્વામીશ્રી.)
April 5, 2015
જગત નો ક્રમ છે એટલે જન્મ- મરણ તો અાવવાના જ છે. પણ બહુ નસીબદાર છીયે કે ભગવાન સ્વામિનારાયણે અદભુત સંકલ્પ કરી નાખ્યો...ભગવાન સ્વામીનારાયણે જેતલપુર- ૫ માં ત્રણ અદભુત વાત કરી છે: 'અમે નિરંતર( શબ્દ યાદ રાખજો) અમારા ભક્તો નું રૂડુ થાય, કલ્યાણ થાય, સુખી થાય એ માટે નિરંતર ઉપાય કરીયે છીયે.' અક્ષરધામ માં બેઠા થકા પુરૂષોત્તમ નારાયણ અનંત મુક્તો ને સુખ તો અાપી રહ્યા છે જ. એ ભગવાન સ્વામિનારાયણ એમના સંકલ્પ પ્રમાણે ગુણાતીત પુરૂષો થકી પ્રગટ છે જ. અને એ ગુણાતીત પુરૂષો થકી મહાપ્રભુ એક જ ઉપાય નિરંતર કરી રહ્યા છે -- ' સહુ સુખીયા થાવ...સુખીયા થાવ...' ( ૩-૫-૨૦૦૧. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
April 4, 2015
સાધનમાત્ર સુહ્નદભાવ માં લય થાય... સુહ્નદભાવ હશે તો બધા જ સાધન કામના છે. અને સુહ્નદભાવ નહી હોય તો એકેય સાધન કામનું નથી. ગમે તેટલું ભજન -ભકિત-સેવા કરતા હશો, પણ જો--સુહ્નદભાવ નહી હોય...-- આત્મીયતા નહી હોય...-- પ્રભુ નો સ્વીકાર નહી હોય.. તો ફળ નહી મળે.(૩-૧૧-૮૫. ઞુરૂહરિ સ્વામીશ્રી)
March 31, 2015
અાત્મીયતા નો અર્થ છે: - ખુલ્લા દિલ ની વાતો...- સુખ દુ:ખ ના ભાગીદાર... - 'તારુ એ મારુ...મારુ એ તારુ.' - 'હુ તે તુ ... ' 'તુ તે હુ...' - ત્યાં ખોટુ લાગવાપણુ હોય શકે નહી. - આત્મીયતા ની દુનિયા માં એક અાનંદ જ છે. એક જ સંબંધ છે. કોઈ પીળી છાંટ નથી. બુધ્ધિવાદ નથી. પ્રકૃતિવાદ નથી. અાત્મીયતા એટલે -- Total પોતાપણા ની ભાવના:- ' હુ પ્રભુનો...પ્રભુ મારા.' - 'સંબંધ વાળા મારા જ...' કોઈ પણ સેવક પ્રસંગે કર્તાહર્તા ના માને , એ વ્યક્તિ ક્યારેય અાત્મીય ના બની શકે.(૩-૪-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી)
March 30, 2015
પ્રીતિ મિન્સ પ્રભુ ના સંબંધ વાળા સહુ નો સહર્ષ, અહોહો ભાવે, પ્રભુ ને રાજી કરવા માટે જ ૨૪ કલાક ની હરેક સેકન્ડ એવા મુક્તો નો સ્વીકાર. પ્રીતિ મીન્સ દરેક નું સહજ ગમે. ક્યારેય અભાવ, ભાવફેર નહી. અને છત્તાંય દરેક ની સેવા કરવાનું સહજ દિલ જ થયા કરે. એનું નામ પ્રીતિ કહેવાય.( 12-10-83. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 26, 2015
એક જ દોરા માં ૧૦૮ મણકા...મણકો દોરા માં પરોવાય ગયો હોય તો એની કિંમત છે. એક જ સાંકળ માં ૨૦-૨૫ નાની નાની કડીઓ...પણ કડી ઓ ભેગી થાય તો સાંકળ ની કિંમત છે. એક રૂચિ વાળા...એક દિલ થી...પ્રભુ ની સત્તા નો સ્વીકાર કરીને...પ્રભુ ને સંભારતા સંભારતા જો રહેતા હશે, એના જીવન માં ત્રણ મોટા ફાયદા એ થશે : (૧) મીઠાશ નહી જાય.(૨) મીઠાશ ના ફળસ્વરૂપે અાનંદ નહી જાય. (૩) અાનંદ ના ફળ સ્વરૂપે વૃત્તિ ઓ પ્રભુમય રહેશે.(૪)એના ફળસ્વરૂપે હૈયા ની પ્રસન્નતા..! (૫) એના ફળ સ્વરૂપે નિર્વિકારીપણું... (૬) એના ફળસ્વરૂપે પ્રભુ સાથે અખંડ સંબંધ...! (૭)એના ફળસ્વરૂપે અખંડ મુર્તિ નું સુખ .(૮) એના ફળસ્વરૂપે પ્રભુ નું પ્રાગટ્ય ! બહુ ઉંચી વાત છે ! (૫-૬-૮૦. ગુરૂહરિ સ્વામીશ્રી)
March 22, 2015
ગુણાતીતાનંદ સ્વામી ની વાત માં લખ્યુ છે કે, ' મારા સત્સંગી ના ઘર નું પાણી પીશે તેનું પણ કલ્યાણ. અંત અવસ્થા એ મહારાજ તેડવા અાવશે.' હજુ તમે અા વાતનો વિચાર નથી કર્યો... કેટલી સાદી વાત લાગે છે ! ' ભૂલે-ચૂકે, જાણે-અજાણે મારા સત્સંગી ના ઘરનું કોઈ પાણી પીશે, એનું પણ અમારે કલ્યાણ કરવુ છે. અને એને પણ ભગવાન અંત અવસ્થા એ દર્શન અાપી ને તેડવા અાવશે.' ભગવાન કહે - ' હું તેડવા જઈશ.' અાજ વાત નો ખાલી વિચાર કર્યો હોય તો હૈયુ શાંત થઈ જાય !( ૩૧-૩-૯૭. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 21, 2015
ગુણાતીત પુરૂષો નુ વિચરણ એક- બે હેતુ માટે નથી હોતુ. અનંત નુ કલ્યાણ કરવા માટે ની એની યોજના હોય છે. from A to Z classes માટે , દરેક ચૈતન્યો માટે અાવા પુરૂષો નું વિચરણ હોય છે. કેટલાય દુ:ખીયા આત્માઓ , જડ સંજ્ઞા ને પામી ગયા હોય, એવા ચૈતન્યો નું દર્શન , સ્પર્શ , દ્રષ્ટિ થી કલ્યાણ કરી નાંખે. ભગવાન સ્વામિનારાયણે સંબંધયોગ પ્રવર્તાવ્યો , સાધન યોગ નહી ! અાજ સંબંધે અાપણે જીવવુ છે. અને ખરેખરો સંબંધ પકડી રાખવો છે.( ૮-૬-૯૧. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
March 20, 2015
સામાન્ય સેવા કરતા કરતા તમારા ઈંન્દ્રિય અંત:કરણ નું તંત્ર ક્યાં છુટુ પડી જશે, ખબર નહી પડે. સેવા મ-૨૮, ૪૧ પ્રમાણે થાય તો....--તમારૂં જીવન પૂજા બને. -- ભક્તિમય બને. -- કામ સેવામય બને. -- તમારી ક્રિયા ભક્તિમય બને; ક્રિયારૂપ તમે ના બની શકો. જેના ફળસ્વરૂપે --તંત્ર સ્વતંત્ર થઈ જાય. -- મન અને જીવ એક થઈ જાય. -- મન નિર્વાસનિક થઈ જાય. સેવા માર્ગ થી જ -- નિર્વાસનિક પણુ છે. -- જ્ઞાન - ગરીબાઈ છે. -- નિર્દોષ બુધ્ધિ છે. -- સંબંધ છે. તમારૂં તંત્ર positive થઈ જાય.(૧૩-૪-૯૭.ગુરૂહરિ સ્વામીશ્રી)
March 18, 2015
સામાન્ય સેવા કરતા કરતા તમારા ઈંન્દ્રિય અંત:કરણ નું તંત્ર ક્યાં છુટુ પડી જશે, ખબર નહી પડે. સેવા મ-૨૮, ૪૧ પ્રમાણે થાય તો....--તમારૂં જીવન પૂજા બને. -- ભક્તિમય બને. -- કામ સેવામય બને. -- તમારી ક્રિયા ભક્તિમય બને; ક્રિયારૂપ તમે ના બની શકો. જેના ફળસ્વરૂપે --તંત્ર સ્વતંત્ર થઈ જાય. -- મન અને જીવ એક થઈ જાય. -- મન નિર્વાસનિક થઈ જાય. સેવા માર્ગ થી જ -- નિર્વાસનિક પણુ છે. -- જ્ઞાન - ગરીબાઈ છે. -- નિર્દોષ બુધ્ધિ છે. -- સંબંધ છે. તમારૂં તંત્ર positive થઈ જાય.(૧૩-૪-૯૭.ગુરૂહરિ સ્વામીશ્રી)
March 17, 2015
ગઢડા માં મહારાજ વીરા ભગત ને પૂછવા જાય, " વીરા ભગત ! હું અા વ્યક્તિ ને ધામ માં લેવા જાઉં? " એ વીરા ભગત ને પૂછે means પ્રભુ નું દાસત્વ. - પ્રભુ ને પોતા ના ભક્ત નો અપરંપાર મહિમા. એની સાથે ની અપ્રતિમ પ્રીતિ. અને એથીય અાગળ એના અાત્મા પર કરૂણા વરસાવી દીધી કે પોતાના યોગ માં લઈ લીધો. એમાં કરૂણા અાવી ગઈ. મહિમા અાવી ગયો. દાસત્વ અાવી ગયુ.પ્રીતિ આવી ગઈ. આ એક આત્મા માટે ચાર વસ્તુ વહેવડાવી દીધી!જેમ પ્રભુને પોતાના અલ્પ સંબંધ વાળા માટે કેવી બ્રહ્મ દ્રષ્ટિ!!!...આપણે પણ આવી જ દ્રષ્ટિ પ્રભુ પાસે પ્રાપ્ત કરવી છે.( ૧-૪-૯૭. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 15, 2015
ગુણાતીતાનંદ સ્વામી ની દિવસ માં ૨૦ થી ૨૫ વખત ઉપેક્ષા થાય...! અક્ષર બ્રહ્મ એ કેટલું સહન કર્યુ હશે? પણ એક જ શબ્દ શીખ્યા હતા, બસ . એક જ દ્રષ્ટિ હતી... એક જ અાકાર હતો... એક જ દર્શન હતુ..."ઠાકર" ૩૦૦ સાધુ માંથી ૧૫૦ ઉપર બેસી રહે... "ઠાકર...ઠાકર...ઠાકર..." કોઈ એમની અાજ્ઞા ના પાળે તો - ઠાકર...ઠાકર " કહીને ત્યાંથી ચાલ્યા જાય...કોઈ એમની રીતે ન વર્તે તો - "ઠાકર...ઠાકર...ઠાકર.." સંતો સાથે કોઈ પ્રસંગ બને તો - "ઠાકર...ઠાકર...ઠાકર.." કહેવાનો મતલબ - મહારાજ ની જેવી ઈચ્છા.' ઠાકોરજી ને જે ગમ્યુ તે મારે સ્વીકારવુ જોઈએ'(૧-૪-૯૭. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 14, 2015
બલિષ્ડ અાત્મા નું લક્ષણ શુ? જેના પર પ્રભુ ની દ્રષ્ટિ પડી હોય એનું લક્ષણ શુ? પ્રભુ ના અાકારે વર્તે...પ્રભુ ના ગમતા માં વર્તે . સેવકભાવે જ સેવા કરે જાય. કોઈ ના તરફ અરૂચિ નહી. કોઈ નો અભાવ નહી.( ૨૪-૨-૮૩. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 13, 2015
સાધકો ની દુનિયા માં વ્યભીચાર એટલે શુ? ૧) મનમુખી વર્તવુ તે,૨) પોતાની ઈંદ્રિયો ને પોતાની રીતે બહેલાવવી તે,૩) પ્રભુ થી ઉન્મુખ વર્તવુ તે. વાણી માં પણ વ્યભીચાર હોય... પોતાના વખાણ ધીમે રહી ને કરી નાંખીએ એનું નામ વાણી નો વ્યભીચાર કર્યો કહેવાય. વાણી એવી વાપરવી કે અાત્મા ને એક એક સેકન્ડે કામ માં અાવે.( ૨૦-૧૧-૮૨. ગુરૂહરી સ્વામીશ્રી.)
March 12, 2015
જુનાગઢ માં નાગરી નાતે ૨૧ વખત દસ ફુટ ચણેલુ મંદિર પડાવી નાખ્યુ ! છત્તાં બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી નું balance of mind એવુ ને એવુ રહ્યુ. ૨૧ વખત ઠાકોરજી નું નુકસાન કરનાર નો અભાવ ન લીધો. બ્રાહ્મણો એ એટલા બધા ગપ્પા માર્યા હતા.. વૈષ્ણવો એ એટલા બધા ગપ્પા માર્યા હતા..બ્રાહ્મણ જ્ઞાતિ વિરૂધ્ધ... વૈષ્ણવો વિરૂધ્ધ...સંન્યાસી ઓ વિરૂધ્ધ.. જૂનાગઢ ની તળેટી ના એ વખત ના ૩૫૦૦ સાધુ વિરૂધ્ધ...! બિન્દાસ થઈ ને ગુણાતિતા નંદ સ્વામી એનુ કામ કરતા જ રહ્મા...કરતા જ રહ્મા...! શાથી? એ ચોક્કસ માનતા હતા કે- " અનંત બ્રમ્હાંડ માં મારા બાપ સિવાય કોઈનુંય ધાર્યુ થાતુ જ નથી why should i bother ? મારે ગ્લાનિ માં... દુ:ખ માં...ઉપાધિ માં જવાની શામાટે જરૂર? ૧૨-૨૯૯.ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 11, 2015
સારંગપુર માં એક પ્રસંગ બન્યો. બાપા ઉપર વિજ્ઞાન સ્વામી વગર વાંકે ખૂબ જ ગરમ થયા. અા જોઈ હરિભક્તો વિજ્ઞાન સ્વામી પર અકળાયા. ત્યારે બાપા કહે," સહન કરીયે, ગમ ખાઈયે, સેવા કરીયે તો શાસ્રીજી મહારાજ રાજી થઈ જાય. શાસ્રીજી મહારાજ કસોટી કરી રહ્યા છે. તો ૧૦૦% માર્કસ લેવા જ છે !" બાપા ની વાણી સાંભળી સહુ શાંત થઈ ગયા.(૧૯-૧૦-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 9, 2015
અાપણા અેક શુભ સંકલ્પ માં અેટલી તાકાત છે કે ' પથ્થર ને લાત મારો તો અે સાત Ft નીચે જાય જ ! ' અેક અનસુયા ની પતિવ્રતા ની ભક્તિ ના ફળ સ્વરૂપે સૂર્ય ઉગ્યો નહી ! એક પતિવ્રતા બાઈ ની ભક્તિ ના ફળ સ્વરૂપે ત્રણેય દેવ ને બાળક બનાવી દીધા !!! પોતાના પતિ તરફ ની પતિવ્રતા માં અાટલી શક્તિ હોય ...તો નારાયણ સાથે ની પતિવ્રતા હોય તો બાપ રે બાપ ! એ શક્તિ ને store કરવા માટે તમારી પાસે તાકાત નથી ! અને ત્યાં બ્રહ્મતત્વ medium જોઈએ. અક્ષરબ્રહ્મ ની ઉપાસના એટલે જોઈએ...(૪-૧-૯૬. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 8, 2015
કોઈપણ પ્રદેશ ના leader થવુ બહુ સહેલુ છે ,અથવા તો departmental leader થવુ સહેલુ છે. મ.૪૧ પ્રમાણે સેવા કરવી - તે કઠીન માં કઠીન સાધના છે. 5000 માણસ ને નહી 5 લાખ ને સત્સંગ કરાવવો સહેલો છે. પણ જેની વાણી માં કેવળ ભક્તિ પરાભક્તિ વહેતી હોય , એવું પાત્ર ઘડવુ બહુ અઘરૂં છે ! પાંચ લાખ ને સત્સંગ કરાવવો બહુ સહેલો છે ! પાંચ લાખ ને જમાડવા ની વ્યવસ્થા કરવી બહુ સહેલી છે ! હજારો ટન વહેવાર કરવો બહુ સહેલો છે ! પણ.... વાણી --મહિમા પ્રધાન -- સંબંધ વાળી , -- પ્રભુ માન્ય , -- અાધ્યાત્મિક વિવેક વાળી , -- દાસત્વ સાથે નીકળવી બહુ બઘરી છે.( ૨૩-૧-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી)
March 5, 2015
અસાધારણ પ્રીતિ સંત ને વિષે હોય ત્યારે જ એને અધિકાર સોંપી દેવાય છે. પ્રીતિ જેની સાથે હોય એને સહજ અધિકાર સોંપી દેવાય , એનુ સહજ ગમે. સંત ને વિષે ખરેખરી પ્રીતિ હોય તો ઈંન્દ્રિય અંત:કરણ નું જે થવુ હોય તે થાય, પણ દ્રઢ ઠરાવ એવો જ હોય , --' અાદેહ નો ઊપયોગ તારે જેરીતે કરવો હોય તે રીતે કરજે...' કોઈપણ ગુણ ને અસાધારાણ બનાવી દઈએ એટલે બધાજ ગુણ અસાધારણ બને. પ્રીતિ અસાધારણ હોય તો અસાધારણ વિશ્વાસ સહજ...પ્રીતિ અસાધારણ હોય તો સમજણ સરસ પ્રગટ થાય જ... કાં સમજણે કરીને દેહ પર અધિકાર અાપીદો, કાં પ્રીતિ એ કરીને દેહ પર અધિકાર અાપી દો. ગમે ત્યારે પણ..મોટાપુરૂષ ને દિલ થી મનાય જવુ જોઈએ કે-- 'અા મારો છે' એજ સાધના ની પૂર્ણાહુતિ છે. આપણા થી બીજુ કાંઈ થઈ શકે તેમ છે નહી.(૨૪-૧-૮૪. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 4, 2015
સાધન માં સાધન શુ? મોટા પુરૂષ ને શુ ગમે છે ? એનો વિચાર કરીયે એનું નામ સર્વોપરી સાધન...અાપણા થી કાંઈ થઈ શકે તેમ છે નહી. શેક્યો પાપડ ભાંઞી શકાય તેમ છે નહી. ૫-૧૦ મીનીટ ભજન કરવા બેસીયે તો ક્યા ના ક્યા ભાગી જવાના છીયે.૧૦ મીનીટ માટે પણ સ્થિરતા રહે એમ નથી. માનવી ના મન કરોડો વર્ષ ના એ પાશ એવા છે. એકદમ દૂર થઈ શકે તેમ છે નહી. પણ જે મોટા પુરૂષ ને ગમે છે -- એટલો જ એક નિર્ણય કરીને જો ખરેખર બેસીશુ તો -- એ પ્રસન્ન થશે. -- હૈયું શાંત બનાવી દેશે.-- શુધ્ધ બનાવી દેશે.-- Nagative પ્રવાહ બદલી નાંખશે.-- તમારૂં જીવન પ્રભુમય , પ્રભુમાન્ય બનાવી દેશે.( ૫-૬-૮૦. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 3, 2015
જ્યાં સુધી સાત્વિક સેવા એ કરીને સાત્વિક માન નું પોષણ થયા કરશે ત્યાં સુધી તમારા આત્મા માંથી કામ- ક્રોધાદિક દોષો ક્યારેય જવાના નથી. માન એક મૂળ સ્વરૂપ છે. ગમે તેટલી સેવા હોય, પણ મ.-૨૮,૪૧પ્રમાણે ન થતી હોય, દોષ ચોટેલા રહેવાના જ ! એટલા માટે જ મહારાજ લખી ગયા : ' દાસ ના દાસ થઈ ને વળી જે રહેશે સત્સંગ માં...' એટલા માટે જ મહારાજે કહ્યુ : ' દાસત્વ ભક્તિ એ મહીમા અને સ્વરૂપ નિષ્ઠા ને અાધિન છે.' (૨૦-૧-૦૩. ગુરૂહરિ સ્વામીશ્રી.)
March 1, 2015
શાસ્રીજી મહારાજ માથે લાખો ટન ભાર હતો...ભયંકર દેશકાળ હતા...પણ અારામ માં જાય એટલે તરત જ નસ્કોરા બોલે !!! રામચંદ્ર કાકા એ પૂછ્યું કે, " તમારા જેટલી જવાબદારી , અા કોલાહલ મારી પાસે હોય , તો મને ઊંઘ ન અાવે... હું તો મરી જાઉં...! તમને એકદમ ઊંઘ કેવી રીતે અાવે છે ?" શાસ્રીજી મહારાજ કહે , " હુ મહારાજ ને માથે નાંખી દઉં છુ." એ પારદર્શક સ્વરૂપો છે. માયા માં રહેવા છત્તાં માયા થી તદ્દન નિર્લેપ છે. લાખો ટન કામ કરવા છત્તાંય એ જળકમળવત્ છે. (૧૯-૫૮૧. ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 23, 2015
કોઈ પણ પ્રસંગ બને એટલે-- ગુણાતીતાનંદ સ્વામી - "ઠાકર... ઠાકર.." બોલે.-- ભગતજી મહારાજ- "મહારાજ... મહારાજ.." બોલે...-- જાગા સ્વામી- "સ્વામી... સ્વામી.." બોલે...-- યોગીજી મહારાજ - "ગુરૂ..." કરીને બોલે...! કેટલી મીઠી ભાષા...! કેવી સંબંધ વાળી દ્રષ્ટિ...!(૧૨-૨-૯૯.ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 22, 2015
અાપણે દૃષ્ટિ બદલવા અાવ્યા છીયે. અાપણે દોષ- સ્વભાવ- પ્રકૃતિ નો પ્રલય કરવા અાવ્યા છીયે.અાપણે તંત્ર ને દિવ્ય બનાવવા અાવ્યા છીયે. અાપણે બુધ્ધિ થી વિચારવાનું બંધ કરીયે...સ્વભાવ થી વિચારવાનું બંધ કરીયે...અંગથી વિચારવાનું બંધ કરીયે.. ગુણોથી વિચારવાનું બંધ કરીયે...ભોળપણથી વિચારવાનું બંધ કરીયે...ડહાપણથી વિચારવાનું બંધ કરીયે.. કેવળ સંબંધથી જ વિચારીયે: -- કોઈપણ મુક્ત ગમે તેવો છે, પણ અદ્દભુત કોલેજ માં દાખલ થઈ ગયો છે. -- ઞમે તેવો છે, પણ પ્રભુનો છે. અા જે સંબંધવાળુ vision છે. એના તરફ નજર એકધારી રહે. તો બધા ગુણ મોટા પુરૂષ અાપણને અાપી દે! (૨૩-૧-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 21, 2015
ગોંડલ અક્ષર દેરી એ ઞુરૂહરિ એ વાત કરી કે: "અાપણા કેવા નસીબ હોઉશુ કે સાથે બેસવાનું મળ્યુ ! અાપણે અખંડ અાનંદ માં રહેવુ, બસ !" — મોટા પુરૂષ ની ગોદ મળે નહી. —ગોદ મળે પછી સાનિધ્ય મળે નહી. — સાનિધ્ય પછી છાયા મળે નહી. —છાયા પછી સેવા મળે નહી. — કદાચ સેવા મળે તો સંબંધ ન થાય. — કદાચ સંબંધ થયો તો એ અાકારે વર્તાય નહી. અાપણ ને બધુ જ એક સાથે મળ્યુ....(૪-૬-૭૯.ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 20, 2015
મહારાજે ક્યાં તમારી બરકત- ના બરકત, સારુ -નરસુ જોયુ છે? તમે એના યોગ માં અાવ્યા એટલે તમારું જીવન ધન્ય થઈ ઞયુ ! તમે એના યોગ માં અાવ્યા એટલે તમારા માં બધા કલ્યાણ કારી ગુણ પ્રગટી ગયા ! તમે એના યોગ માં આવ્યા એટલે તમારી સાધના પૂરી થઈ ગઈ ! તમે એની સાથે બેસી શકો છો એટલે તમારી સાધના પૂરી થઈ ગઈ ! એણે તમારી સાથે +ve હેત કર્યુ છે. ગુણાતીત પુરુષ જ ધરતી પર +ve હેત કરી જાણે : તમે ઉપેક્ષા કરશો , એનુ હેત ઓછુ નહી થાય. તમે એની અાજ્ઞા નહી પાળો , એનુ હેત ઓછુ નહી થાય. શક્ય નથી ! એ હેત કરે જ જશે.. શાથી ?-- એનુ life જ +ve છે. -- એનુ life જ પ્રકાશેયુક્ત છે. -- એનુ life જ મંગલકારી ને હિતકારી છે. એટલે એ હેત કરે જ જશે...કરે જ જશે...! (૨૧-૯-૮૩.ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 17, 2015
મહારાજે ક્યાં તમારી બરકત- ના બરકત, સારુ -નરસુ જોયુ છે? તમે એના યોગ માં અાવ્યા એટલે તમારું જીવન ધન્ય થઈ ઞયુ ! તમે એના યોગ માં અાવ્યા એટલે તમારા માં બધા કલ્યાણ કારી ગુણ પ્રગટી ગયા ! તમે એના યોગ માં આવ્યા એટલે તમારી સાધના પૂરી થઈ ગઈ ! તમે એની સાથે બેસી શકો છો એટલે તમારી સાધના પૂરી થઈ ગઈ ! એણે તમારી સાથે +ve હેત કર્યુ છે. ગુણાતીત પુરુષ જ ધરતી પર +ve હેત કરી જાણે : તમે ઉપેક્ષા કરશો , એનુ હેત ઓછુ નહી થાય. તમે એની અાજ્ઞા નહી પાળો , એનુ હેત ઓછુ નહી થાય. શક્ય નથી ! એ હેત કરે જ જશે.. શાથી ?-- એનુ life જ +ve છે. -- એનુ life જ પ્રકાશેયુક્ત છે. -- એનુ life જ મંગલકારી ને હિતકારી છે. એટલે એ હેત કરે જ જશે...કરે જ જશે...! (૨૧-૯-૮૩.ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 13, 2015
સાધક ના જીવન માં સહુ થી મોટુ જમા પાસુ હોય તો એ છે સંબંધ ! એજમા પાસુ એટલે ૧) ભગવાન સ્વામિનારાયણ ની supremacy.૨) અક્ષર- પુરૂષોત્તમ મહારાજ ની ઉપાસના.૩) ગુણાતીત પુરૂષ નો યોગ.૪) જીવન મુક્તો ની સેવા... સહવાસ. અા અાપણા જીવન નું સર્વોત્તમ જમા પાસુ છે. આ જમા પાસુ અબજો માટે હજુ અચિંત્ય જ રહ્યુ છે ! ખાલી કાલ્પનીક અવસ્થા માં જ રહ્મુ છે ! ભગવાન સ્વામીનારાયણે વચનામૃત માં લખ્ચુ: 'અમારો સંબંધ એ જ પરમ પદ! પરમકલ્યાણ! ' અા વાત માં જ્યારે તમારી ચાંચ ડુબે, અથવા અા વાત નું વિશ્વાસ પૂર્વક મનન- ચિંતવન થાય, અથવા અા વાત માં તમારા મન -બુધ્ધિ સ્શિર થાય, એટલે (તન-મન-ધન ) ત્રણેય રોઞ નો ભાર ખતમ થઈ જાય.(૩૧-૧૦-૯૭.ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 11, 2015
ધરતી દેશ- કાળ- ક્રિયા- સંગ- મંત્ર- શાસ્ર- દીક્ષા.. બધા તમારી પર અસર કરેજ. એક સત્પુરૂષ ની ગોદ માં બેઠેલી વ્યક્તિ, એક સત્પુરૂષ નું જેના જીવન માં પ્રાધાન્ય હોય, એને કોઈ અસર ન કરે ! ગમે તેવો દેશકાળ...ગમે તેવુ કર્મ...ગમે તેવી માયા... ગમે તેવા શાસ્રો ના જડ શબ્દો...ગમે તેવા પ્રવાહો... પણ સત્પુરૂષ ના એક ખીલડે બેઠેલી વ્યક્તિ- એને કાંઈ અસર ન થાય! એજીવંત વ્યક્તિ કહેવાય. એજીવન મુક્ત. એના માં કરોડો દોષ હોય, છત્તાંય એ એકાંતિક છે ! મારા શબ્દો યાદ રાખજો : સત્પુરૂષના એક ખીલડે બંધાયેલી વ્યક્તિ , એમાં કરોડો - અબજો દોષ હોય , પણ 'તુ રાજી થા એટલું જ કરવું છે...' ભલે એનાથી ના થાય..પણ અાટલું જ બોલતો હોય તો એ એકાંતિક છે.! (૨૯-૬-૯૬. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 9, 2015
ધરતી ની કોઈપણ વ્યક્તિ, જેને 'સ્વામીનારાયણ' ની ખબર નથી...જેને વચનામૃત માં શું છે -- ખબર નથી... એણે ખાલી હાથ માં વચનામૃત પકડ્યુ જ હશે, તો પણ ભગવાન સ્વામી નારાયણ અંત અવસ્થા એ દર્શન દઈને તેડવા જશે ! કેટલો મહિમા ! જેના હાથ માં ખાલી 'સ્વામી ની વાતો' અને 'વચનામૃત' હોય, એનો અભાવ ન લેવાય.. તો સંબંધવાળા નો કેટલો મહિમા સમજવો જોઈએ? ( ૮-૨-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 8, 2015
સંબંધ છે ત્યાં અનંત પુણ્ય છે ! કૈઈ સાધનથી ભગવાન પૃથ્વી પર અાવતા નથી. અાવી ગયા , એ તમારૂં અનંત પુણ્ય જમા થઈ ગયુ! તમારી eitellectual બુધ્ધિ ની ગણતરી માં પુણ્ય ન અાવે-- એવુ અનંત પુણ્ય એનો સંબંધ થયો ત્યારથી..! અાપણે કેટલા નસીબદાર! અનંતકાળ સુધી પ્રાર્થના કરીયે, અનંત કાળ સુધી તપશ્ચર્યા કરીએ, અનંતકાળ સુધી ભજન-ભક્તિ કરીએ, અનંતકાળ સુધી ભૂખે મરી ને ધ્યાન જ કરીએ, છત્તાંય જેનાં દર્શન ન થાય...! એવા પરાત્પર પુરૂષ કૃપા એ કરીને ધરતી પર અાવ્યા...! મહારાજ કહે, 'હે મુક્તાનંદ સ્વામી ! અમે કેવળ કૃપાસાધ્ય છીએ..! ' આપણી ઉપાસના..! અાપણી પ્રાપ્તિ...! અાપણા સત્પુરૂષ...! (૧૨-૩-૯૮. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 7, 2015
પ્રાપ્તિ એટલી સર્વોપરી છે કે -- કરોડો, અબજો દોષો પણ અાપણું અહિત ના કરી શકે... પ્રાપ્તિ એટલી સર્વોપરી છે કે -- અનંત પ્રકાર ની માયા વિફરે તો પણ અાપણુ અહિત ના કરી શકે... પ્રાપ્તિ એટલી સર્વોપરી છે કે -- અાપણે જેવા ધારીએ તેવા થઈ શકીયે...પ્રાપ્તિ એટલી સર્વોપરી છે કે -- ૧૦૦ વર્ષ નું કામ , હજાર વર્ષ નું કામ, અબજો વર્ષ નું કામ ૨૦ વર્ષ માં થઈ જાય ! અબજો વર્ષ સુધી જે કઠીન તપશ્ચર્યા કર્યા પછી જે પ્રાપ્તિ થાય એ આપણને ૨૦ જ વર્ષ માં થઈ શકે ! અ બ જો !!! પ્રાપ્તિઅએટલી અદભુત છે કે -- પં-૭, મ-૧૩, છે-૩૮, પ્ર-૨૪ માં વિશ્વાસ હોય તો ૧૦ વર્ષ માં... મૂળ વાત છે કે પ્રભુ ના બળે જીવવા નું છે , પ્રભુ ના ગમતા માં જીવવા નું છે. (૨૫-૧૧-૯૬. ઞુરૂહરિ સ્વામીશ્રી.)
February 6, 2015
૧૯૫૭ માં અન્નકુટ ના દિવસે બાપા ૩વાક્યો બોલ્યા કે , ૧)" અક્ષર દેરી એ રહ્યા અને દેરીરૂપ ના થયા , તો રહ્યા તે ના રહ્યા બરોબર છે." ૨) " કોક ભૂલેચૂકે 'સ્વામીનારાયણ નુંનામ લેતો હોય , અને અહીં અાવ્યો હોય તો એને જોઈ ને મસ્તક -- દિલ ઢળી જવુ જોઈએ..." ૩) પછી હકા ખાચર બેઠા હતા એના માથા ઉપર હાથ મૂકી ને બોલ્યા , " શાસ્રીજી મહારાજ નો અલ્પ સંબંધ વાળો હોય, અને હે હકા ખાચર ! જો એ માથા નો મુગટ ના મનાય , તો સમજી લેજો- શાસ્રીજી મહારાજ પ્રત્યે ની નિષ્ડા માં કચાશ છે." એને સ્વામીનારાયણ ની નિષ્ઠા માં જ કચાશ છે ! ભૂલેચૂકે ' સ્વામીનારાયણ' નું નામ લે... અને તમે ખરેખર નિષ્ડાવાન હોવ, તમારૂં દિલ ઢળી જવુ જોઈએ. ભલે ગમે તેવો હોય... ગધેડા જેવો, ખચ્ચર જેવો, ગમે તેવો હોય... ભગવાન સ્વામિનારાયણ નું નામ લેનાર ક્યાંથી ?!! દિલ ઢળી જવુ જોઈએ...! સાકાર બ્રહ્મ ના અવતાર સમાનજ્ઞયોગીજી મહારાજ ની અા પરાવાણી છે મૂર્તિમાન! (૩-૧૧-૮૫. ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 5, 2015
બાપા ના વખત માં હરજીવન સ્વામી યોગી મહારાજ ને ખૂબ ખખડાવે... જોખી જોખી ને સિક્સર અાપે....યોગી મહારાજ ગઢડા ગયા...ત્યાં હરજીવન સ્વામી બાપા ને કહે, " તમે તો બધું ગોંડલ જ ભેગુ કરો છો...અમારા તરફ તો ધ્યાન અાપતા જ નથી ." બાપા હસતા હસતા કહે, " હરજીવન સ્વામી ! હુંય શાસ્રીજી નો, અને તમેય શાસ્રીજી મહારાજ ના...અા ગઢડા મંદિર શાસ્રીજી મહારાજ નું, અને ગોંડલ પણ શાસ્રીજી મહારાજ નું... તમારે જે જોઈતું હોય તે બધું ગોંડલ થી મોકલાવી દઉં."
એટલી બધી મીઠાશ થી વાત કરે....ના જાય વિવેક.... ના જાય વિનમ્રતા... ના જાય મીઠાશ.. ના જાય પ્રેમ...ના જાય ભક્તિ ના જાય પરાભક્તિ..ના જુએ એ હરજીવન ને... ના જુઅે એ આકાર ને...કેવળ બ્રહ્મભાવ...ચિદાકાશ ના એ ચૈતન્ય બ્રહ્મતત્વ ને સામાન્ય માણસો સાથે આ રીતે વર્તવા ની શી જરૂર? - અાપણા માં બ્રહ્મભાવ પ્રગટાવવા માટે. - આપણા માં મહિમા પ્રઞટાવવો છે. - અાપણા માં સંબંધયોગ પ્રગટાવવો છે. (૧૬-૨-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 3, 2015
અાત્મા તો પ્રસન્નવદન સ્વરૂપ છે. પ્રસન્નતા નું બીજુ નામ જ અાત્મા, ૨૪કલાક અાનંદ માં ગરકાવ એનું નામ અાત્મા, અાનંદ નું મૂર્તિમાન સ્વરૂપ એટલે અાત્મા, મીઠાશ નું મૂર્તિમાન સ્વરૂપ એટલે જ અાત્મા, એથી અાગળ... પરમાત્મા માં ડૂબેલુ તત્વ એટલે અાત્મા. જ્યારે અાપણે ભજન કરવા બેસીયે ત્યારે અનંત પ્રકાર ના વિચારો ઉઠે. પ્રસન્નવદનતા ક્યાં જતી રહે એ ખબર પડતી નથી. બાકી અાત્મા તો અાનંદ સ્વરૂપ છે....સત્ - ચિત્ત- અાનંદ સ્વરૂપ ....અાપણું સ્વરૂપ અાક્ષરબ્રહ્ય છે. તેથી ત્રણેય દેહ થી જુદા થઈ ને ભજન કરવા નું છે. 'અક્ષર બ્રહ્ય મારૂ શરીર... મારૂ ઘર..'(૧૨-૨-૯૯.ગુરૂહરિ સ્વામીશ્રી.)
February 2, 2015
મોળા વિચારો શુ ના કરે? તમારી જીંદગી ખતમ કરી નાંખે... - જ્યાં આત્મીયતા હોય...- જ્યાં ભૂલકુ ની યાત્રા હોય...- જ્યાં સુહ્રદભાવ દ્રઢ કરવાની હ્રદય ને વિષે રૂચિ હોય... ત્યાં અાગળ માયા નો પ્રવેશ કોઈ સંજોગો માં હોય શકે નહીં સૂર્ય ના રથ માં અંધારૂ ક્યારેય હોય શકે નહી. અમાવાસ્યા ની દુનિયા માં સૂર્ય ના હોય શકે. પણ - અભાવ અવગુણ ની વાતો સાંભળી...- મોળી વાતો સાંભળવી... મોળા વિચારો માં બેસી રહેવું..... ત્યાં અમાવાસ્યા નો પ્રવેશ થઈ ગયો. ગમે તેટલું ભજન કરશો , એનો કોઈ અર્થ નહી રહે. (૯-૩-૯૮. ગુરૂહરિ સ્વામીજી.)
February 1, 2015
☆તમારી વાણી ની મીઠાશ ગઇ...☆ તમને ખોટુ લાગી ગયુ ...☆ તમને અધિરાઇ આવી ગઇ...☆ તમને અવિશ્વાસ આવી ગયો.. ☆ અરૂચિ પ્રગટી... આ બધો જ દેહભાવ છે . સુરૂચી માં ખાતર એનું નામ જ દોષ સ્વભાવ...બાકી તો કોઇ દોષ નથી , કોઈ સ્વભાવ નથી. હઠ ,માન, ઇર્ષા અને કામ, ક્રોધ, ને લોભ કયારે જતાં રહેશે એની ખબર નહીં પડે .સુરુચિ માં ઓટ નહી આવવા દેતા ...2 મોટા પાપ છે .1) પોતાના બળે જીવવું , 2) સુરુચિ માં ઓટ...આ બંને પાપ માંથી નીકળવું હોય તો કથાવાર્તા વાગોળવી પડે .....કથાવાર્તા વાગોળીએ એટલે મહારાજ એના સંકલ્પે આ પાપ માંથી મુક્તિ આપી જ દે .....( 10-11-83. ગુરૂહરિ સ્વામીશ્રી .)
January 31, 2015
દેહ થી ઉભા કરેલા પ્રારબ્ધ કરતાં મન બુધ્ધિ એ ઉભા કરેલા પ્રારબ્ધ હજારગણા ખરાબ છે. દેહ નું પ્રારબ્ધ એટલે શું ? કંઈક વધારે ખવાય ગયું... ચરી ના પાળી...રોગ અાવી ગયો....એના કરતાં ભૂંડુ પ્રારબ્ધ છે મન બુધ્ધિ થી થતા પાપો થી. મન બુધ્ધિ માટે તો એક જ દવા છે - સત્સંગ અને ભક્તિ. મન બુધ્ધિ માટે તો એક જ દવા છે - સ્વાધ્યાય અને ભજન. મન બુધ્ધિ માટે તો એક જ દવા છે - ગુણાતિત પુરૂષો નાં જીવન માં ડુબી જવું તે...મને કરી ને કોઈ ના માટે અભાવ અાવી ગયો. એના માટે ખરાબ સંકલ્પ ઉઠી ગયો....અને તમે જે પ્રારબ્ધ ઉભુ કરી દીધુ અને તમે સ્વાધ્યાય ભજન ના કર્યુ ....તો આપણી શુ દશા થશે? પ્ર.૧૬, ૧૮ પ્રમાણે સ્વધર્મ , મ. ૪૧ પ્રમાણે સેવા થાય તો જ મન બુધ્ધિ શુધ્ધ થાય તેમ છે.....આ સિવાય કોઈ માર્ગ નથી.( ૧-૩-૯૯. ગુરૂહરિ સ્વામીશ્રી.)
January 30, 2015
ભગવાન અને સંત નો યોગ થયા પછી ૫૧ ભૂત ની કોઈ તાકાત નથી કે માનવી ના અંત:કરણ ને પજવી શકે, માનવી ના અાત્મા ને દુ:ખી કરી શકે. અને છત્તાંય ૫૧ ભૂત અાપણ ને દુ:ખી કરી શક્તા હોય તો સમજી લેજો - પ્રભુ ના નિમિત્ત થવાના સંકલ્પ માં તમારા અાત્મા ને વિષે બહુ મોટો ખાડો છે. એ ખાડા ને પૂરવા માટે જ ઞુણઞાન.
ગુણાતિતાનંદ સ્વામી એ તો લખી નાખ્યુ : 'અા કારખાના તો બ્રમ્હાંડ રહેશે ત્યાં સુધી ચાલશે.' થવાનું છે તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ની સેવા જ કરવા ની છે. નિમિત્ત બનવા નો સંકલ્પ કરવો છે.....'નિમિત્ત' બંસરી... વાળે એમ વળવાનું છે... અને ત્યાં અાગળ સહેલા માં સહેલો માર્ગ છે - 'ગુણ ગાવા થી જીવ બ્રહ્મરૂપ થઈ જાય.'(૯-૪-૯૭.ગુરૂહરિ સ્વામીશ્રી.)
January 29, 2015
બધા પાપો માં મોટા માં મોટુ પાપ છે - અભાવ. કોઈની મર્યાદા સામાન્ય લોપવી, કોઈને મોટે અવાજે બોલાય જવાયુ, પછી મર્યાદા લોપી, 'તુ' બોલાય ગયુ, પછી વિવેક ચુક્યા....એમાંથી અભાવ અાવે. પછી એનું બસુરુ સાંભળ્યુ, એની ગાંઠ બંધાય. પછી એને જુએ ને એના તરફ સદ્ ભાવ જ ના રહે, છેવટે અાંટી પડી જાય..... ત્યાં તમારો સંબંધ પૂરો થઈ ગયો.....એટલે પહેલેથી જ જાગવાનું. નમતા રહેવાનું.....એટલે માથાકુટ જ નહીં. મર્યાદા ની વાત બાજુ માં રાખો. નમતા જ રહેવાનું, નાનો હોય કે મોટો, 'સંબંધ વાળો ક્યાંથી!' સંબંધ નો પ્રભાવ હ્રદય ને વિષે પ્રગટાવવા માટે ભગવદિ નો પ્રસંગ અનિવાર્ય છે.( ૨-૯-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.)
January 28, 2015
મન બુધ્ધિ નાલાયક ચીજ છે મન માં રાગ ...બુધ્ધિ માં અહમ , સંશય, તર્ક વિર્તક ...જ્યાં પ્રભુ ની દુનિયા નો વિચાર કરીયે ત્યારે આપણ ને ખ્યાલ આવી જાય : - ક્યાં દેહ... અને ક્યાં ચિદાકાશ...! - ક્યાં પંચ- વિષય ની એક કોથળી...અને ક્યાં દિવ્ય સ્વરૂપ ની પ્રાપ્તિ...! -ક્યાં ૫૧ ભુત ની વણઝાર...અને ક્યાં દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ...! - ક્યાં ૫૧ ભૂત ની વણઝાર...અને ક્યાં પ્રકૃતિ પુરૂષ થી પર નું અક્ષરધામ...! જ્યારે એનો વિચાર કરીએ ત્યારે ૫૧ ભૂત નો ભાર ના રહે...! ઈંન્દ્રિય અંત:કરણ ની તાકાત નથી કે અાપણ ને એ અભાવ લેવડાવી શકે..(૧૭-૯-૯૮. ગુરૂહરિ સ્વામીશ્રી.),
January 24, 2015
અાપણી પરંપરા સરળતા ના બેઈઝ પર છે. સાષ્ટાંગ દંડ્વત ....અાઠે અાઠ અંગ થી, નખ થી શિખા પર્યંત સરળ. અને જેનામાં સરળતા નો પ્રભાવ સ્થિર થયો હોય એનો વિકાસ ક્યારેય અટકે નહીં. * પ્રભુ ના માથે પડી ને જીવવું અેનું નામ સરળતા. * પોતાના જ અાત્મા નું રૂડુ કરવા, પોતાની જ યાત્રા ચાલુ રહે એવા ભાવ થી જીવે એનુ નામ સરળતા. * સરળ સેવક કોઈની પાસે કિંચિત અપેક્ષા ન રાખે. * બીજા અાગળ વધે કે ન વધે એની નજર ન રાખે એનું નામ સરળતા. * એકધાર્યા ' તુ રાજી થા' એવી ભાવના થી જીવે એનું નામ સરળતા... * સરળ વ્યક્તિ એની સમજણ,શક્તિ, ઐશ્ચર્ય, શિષ્યો એનો લેશ ભાર ન હોય .... અાવી સરળતા ને ધારણ કરવાની છે.(૧૭-૮-૨૦૧૦. ઞુરૂહરિ સ્વામીજી.)
January 23, 2015
પહેલાં ફીઝીકલી સરળ થાવ, પછી ઈદ્રિયો થી સરળ, પછી મેન્ટલી સરળ, ત્યાર પછી બુદ્બિયોગ આપી દેશે... અને બુદ્બિયોગ અાવ્યા પછી અપરંપાર મહિમા ના વિચાર માં...પછી 'કોઇ અાત્મીય બને કે ના બને, હે મહારાજ! મને ...... હઠ માન ઈર્ષા તમારી અાત્મીયતા નું ખંડન કરાવી શકે જ નહી. અને પછી સુહ્રદભાવ ના અંતિમ વાઘા ને ધારણ કરવાના છે. જેમ જેમ અાત્મીય થવા પ્રયત્ન કરો , સુહ્રદભાવે વર્તવાનો પ્રયત્ન કરો તેમ તેમ મહારાજ તમારૂં અક્ષરબ્રમ્હ્ય નું શરીર બાંધતા જ જાય.(૧૫-૧૧-૨૦૦૦. ગુરૂહરિ સ્વામીશ્રી.)
December 21, 2014
મંત્ર લેખન થી 3 ફાયદા થાય...1)કોન્સનટ્રેશન વધે, 2) સુક્ષ્મ શરીર ઓટોમેટિક ભેદાય,3) દેહ ઇન્દ્રિયો અંત:કરણ આત્મા ની ધારા એક બને.... કોઇ પણ મુક્ત ના હલન ચલન પર થી એનો વિકાસ ક્રમ માપવા પ્રયત્ન નહીં કરવાનો .બીજા ના માલિક થવા કરતાં તમારા મન બુદ્ધિ ના માલિક થાવ ને....કોઇ વ્યક્તિ માટે સ્વપ્ન માં પણ અભીપ્રાય આપવાનો નહીં...તમારો વિકાસ નહીં થાય. તમને તમારી ભુલ ન દેખાતી હોય તો ગુણગાન ગાવા મંડી પડો... ભુલ દેખાશે જ.... (9-11-92. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 20, 2014
આપણે જેટલા જાગ્રત રહીશુ એટલું ભગવાન આપણને વધારે બળ આપશે...જે નિષ્ઠાવાન હોય એના આત્મા ના અહમ્ નો વિસ્ફોટ કરવા માટે ભગવાન પ્રસંગ ઉભો કરે કરે ને કરે જ. આપણા માં જડતા વધારે હોય તો વિનમ્રતા ના પ્રસંગો નું વિશેષ મનન ચિંતવન કરવાનું , બેહરતા હોય તો સરળતા ના પ્રસંગો નું વિશેષ મનન ચિંતવન કરવાનું છે . પોતાને અનુરૂપ ટેબલેટ લઇ જ લેવાની !!! લીલા ચરીત્રો ગાવા અને સાંભળવા એ આપણી મૂળ ઓરિજિનલ દવા છે.... ( 31-12-96. ગુરૂહરિ સ્વામીશ્રી. )
December 17, 2014
મહારાજે મ.28 માં લખ્યું ..'મન કર્મ વચને ભગવાન ના ભક્ત ની સેવા કરવી ...' મ.41 ભગવદ્ ભાવ થી ભક્તિ એ કરીને ભગવત્ પ્રસન્નતા અર્થે જ ...મ.63. ભક્તો કેવળ બ્રહ્મ ની જ મુરતી છે ...આ ત્રણેય વચનામૃતો નો એક જ સાર છે . (1) જીવ બળ ને પામે એટલે ઇન્દ્રિયો અંત : કરણ અને આત્મા ને એની રીતે ખેંચી ન શકે , ઇન્દ્રિયો અંત:કરણ થી નાપાસ ન થવાય. અને સંપૂર્ણ જીવ બળ ને પામે એટલે 'ઇન્દ્રિયો અંત : કરણ અને આત્મા નો વિચાર એક બને મ .63' સેવા થી અંત : કરણ શુધ્ધ થાય . ( 18-10-92 . ગુરૂહરિ સ્વામીશ્રી )
December 16, 2014
ભગવાન ના પવિત્ર સંત પૃથ્વી પર જ્યારે વિચરણ કરતા હોય ત્યારે અંતર ના ઊંડાણ માંથી એક જ અવાજ નિરંતર કાઢ્યા કરવાનો છે ....' હું તારી ગાય...' તો જ ભગવાન અધિકાર લેશે ...તો જ ભગવાન તમને પોતાના માની ને સુચન કરશે ...તો જ તમારા મન બુદ્ધિ ના વલણો ને બદલવા પ્રયત્ન કરશે...તો જ તમારી જડ સાત્વિક પ્રકૃતિ ને કાઢશે.. ' હું તારી ગાય...' હું કાંઈ નહીં તુ....' આવી ભાવના જ્યાં સુધી હ્રદય ને વિષે સ્થિર ન થાય ત્યાં સુધી તમારે સ્વાધ્યાય ભજન must.....અતિ ઉત્તમ કોટી નો મુક્ત અણસારે સમજે ... મધ્યમ કોટી ના મુક્ત ને એક વખત કહેવું પડે...કનિષ્ઠ ને વારંવાર કહેવુ પડે ...ભગવાન એની સરળતા છોડવાના નથી. એ ક્યારેય ઉદાસ થતા નથી . ( 6-2-97. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 15, 2014
જેતલપુર ની વેશ્યા ભયંકર કામી હતી ...અને અદભૂત પવિત્ર બનાવી દીધી....આકાર બદલાય ગયો. એના જીવમાંથી પુરૂષ નો આકાર કાઢતાં નારાયણ ને વાર ન લાગી ....પણ ત્યાં એણે પેલું સૂત્ર સિધ્ધ કર્યું હતું ....' હા પસ્તાવો વિપુલ ઝરણું .....પાપી તેમાં ડુબકી દઇ ને પુણ્યશાળી બને છે ....' પશ્ચાતાપ ના પુર માં એનું વલોણું થઈ ગયું ..'આવા પ્રભુ ! મને ગ્રહણ કરી ! મારા માં બે પૈસા ની બરકત નહીં ...! આપણે પશ્ચાતાપ કરી શકતા નથી...શાથી? એ આપણો ડોળ છે , પોતાના બળે જીવવા ના હેવા છે, બુદ્ધિ ની અવળચંડાઇ છે , મહીમા ની કચાશ છે . (29-9-92. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 14, 2014
હૈયા ને બદલવા માટે 2 પ્રાર્થના નિરંતર કરવાની છે. 1) પ્ર.16,18 પ્રમાણે વિવેકી થવુ છે . 2) કોઈપણ ભોગે , કોઇ પણ સંજોગોમાં આત્મીય બની ને, સુહ્દ ને જીવવું છે...પ્રકૃતિ પ્રકૃતિ સાથે ઘસાવાની છે જ.....પણ એ પ્રકૃતિ માં પુરુષોત્તમ નારાયણ નો ભાવ લાવે તો દૃષ્ટિ પ્રભુ બદલી નાંખે ...એ માટે ભજન મસ્ટ....- પ્રસંગે જ્યારે તમને બુલેટ વાગે ત્યારે માનજો તમારા માં માન છે . - પ્રસંગ ને લહેજત થી કાઢી નાંખો તો માનજો તમારા માં સત્વગુણ વર્તે છે .- પ્રસંગે આનંદ જ વર્તે તો માનજો તમારા માં નિર્ગુણ ભાવ વર્તે છે , ત્યારે માનજો ભગવાને તમારા અંતર આત્મા નો કબ્જો લીધો છે . પ્રભુ ની સત્તા નો સ્વીકાર તમે ઠીક ઠીક કરી રહ્યા છો એવો અનુભવ પ્રભુ કરાવશે. કોઇ પણ પ્રસંગે આનંદ ન જાય એ 'સંબંધયોગ...' આપણે એવા એક સંબંધે જીવી લેવુ છે . ( 1-10-92. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 10, 2014
એક એવું જીવન છે ... જ્યાં કોઇનો અભાવ લેવો હોય તોય મન બુદ્ધિ લઇ ન શકે ....એક એવી અવસ્થા છે, સ્થિતિ છે...જ્યાં તમારે ક્રોધ કરવો હોય છત્તાંય ન કરી શકો. એક એવું દર્શન છે ...જે દર્શન કર્યા પછી અનંત બ્રહ્માંડ ના દર્શનો ખતમ થઈ જાય , નહીંવત્ થઈ જાય , નરક જેવા થઈ જાય .એક એવું જીવન છે ...જે જીવન જીવ્યા પછી બીજે ક્યાંય રસ રહેતો જ નથી, પૂર્ણકામ પણુ સદાય અખંડિત મનાય જાય. એક એવું જીવન છે ...પંચવિષય તરફ તમારા ઇન્દ્રિયો ને મોકલવા હોય છતાંય બિચારા જઇ ના શકે . એક એવું જીવન છે...જ્યાં રોગ એ રોગ નથી રહેતો , દોષ એ દોષ નથી રહેતો . આવું એક ગુણાતીત પુરૂષ ના ભાવ વાળુ જીવન જીવવુ છે ? તો ...1 ) બાળક બુદ્ધિ છોડો 2) તમારી બુદ્ધિ માં ન બેસે એવી આજ્ઞા મોટા પુરૂષ તરફ થી આવે છત્તાં તમારે 1 સેકન્ડ માં સ્વીકારી લેવાની. (10-11-83 . ગુરૂહરિ સ્વામીશ્રી )
December 9, 2014
સાચી સિધ્ધિ નો અર્થ જ એ કે - કોઇ નો અભાવ ન આવે. - કોઇ આકાર જ ન દેખાય.- એક જ આકારે જીવે.- નિર્દોષ બુદ્ધિ થી જી જીવાય.....પ્રભુ ની સનાતન શક્તિ , આનંદ, ઐશ્વર્ય, પ્રતાપ પોતાના હ્રદય ને વિષે પ્રગટાવવા ભજન must.... કોઇ પણ કામ માં મહારાજ વિઘ્ન નાંખે...અને ત્યારે રાજી થાય એ ભક્તિ પૂર્ણ હ્રદય નું લક્ષણ છે . (3-11-96. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 6, 2014
દુનિયા ના કોઇ પણ સાધકે, ભક્તે ભગવાન તરફ એની યાત્રા ચાલુ કરે ત્યારે એને શરૂઆત માં જ પ્ર.16 , 18 વિચારવા પડે જ . પ્ર.16 ખરેખર વિચારે એની સાધના માં વિઘ્ન ન આવે . એકધાર્યો નીકળી જ જાય ..નીકળી જ જાય ...આપણું પુણ્ય બીજા ને ન જાય તો 5 વરસ માં નિર્વિકલ્પ સમાધિ ના સુખ માં જતુ રહેવાય... (2-2-97. ગુરૂહરિ સ્વામીશ્રી )
December 5, 2014
દરરોજ સ્વાધ્યાય કરવો - આજે કેટલું પ્ર.16 , 18 પ્રમાણે જીવ્યો ? આજનું દેવું કાલ પર નહીં રાખવાનું . બેહર નહીં રહેવાનું....ભજન કરી જ લેવાનું નહી તો યોગભ્રષ્ટ થઇ જશો . કોઇ વિકાસ નહીં થાય...બહુ બહુ તો 3 દિવસ...પણ તમારૂં દેવું ભગવાન ને પ્રાર્થના કરી ને માફ કરાવી દેવાનું....નાપાસ થઈ એ અને આપણ ને તરત જ ખબર પડે એ જાગૃત ચૈતન્ય કહેવાય...આપણે એક જ વૃત્તિ રાખવી - ' માલિક તેરી રજા રહે....'( 8-11-92 . ગુરૂહરિ સ્વામીશ્રી)
December 4, 2014
યોગીજી મહારાજ નો કોઇપણ ગુણ 10 વરસ ના ઇતિહાસમાં મારા આત્મા ને વિષે સંપૂર્ણ touch કરી ગયો હોય તો એમની ભક્તિ હતી....કોઇ વિરલો અહોહો ભાવે કદાચ સેવા કરી શકે , એમાંથી કોઇ વિરલો ભગવત્ ભાવે સેવા કરે . એમાંથી કોક કોક કોક પોતાના આત્મા તરફ નજર રાખી ભક્તિ એ કરી ને સેવા કરે....આવુ સહજતાથી હરેક સેકન્ડે વર્તવુ બહુ અઘરું છે . આપણે પ્રભુ ને કર્તાહર્તા ખરેખર નહીં માનીએ ત્યાં સુધી ભક્તિ નહી પ્રગટે. ભક્તિ એ અહંતા મમતા થી પાર નું કુણું હ્રદય છે...જ્યાં ચિદાકાશ અક્ષરબ્રહ્મ છે... ( 4-1-96. ગુરૂહરિ સ્વામીશ્રી.)
December 3, 2014
ભજન થી શુદ્ધિકરણ , ભજન થી દોષ નું દર્શન , ભજન થી ઠંડક , ભજન થી ઇન્દ્રિયો અંત: કરણ જુદા પડે , ભજન થી આંતરીક સર્જન , ભજન થી દાસત્વ....કોઇ માણસ ભજનીક ન હોય તો હું અનુમાન બાંધી દઉં કે ' એ કયારેય વિનમ્ર ન હોય શકે ..... ( 3-11-96. ગુરૂહરિ સ્વામીશ્રી )
જેને પોતાના દોષ નું દર્શન છે એના ઉપર ભગવાન ની કૃપા છે. એથી વિશેષ કૃપા હોય ત્યારે સમ્યક્ દોષ નું દર્શન થાય. એથી વિશેષ કૃપા હોય ત્યારે અભાવ ન લઈ શકાય. એથી વિશેષ કૃપા હોય ત્યારે કોઈ પણ પ્રસંગે ભજન થાય. અપ્રતિમ કૃપા ના ફળ સ્વરૂપે તમે ભજન કરી શકો . અક્ષરધામ નો મુક્ત જ પોતાનો દોષ શકે . ( 2-1-96. ગુરૂહરિ સ્વામીશ્રી.)
December 2, 2014
કોઇ પણ પ્રસંગ હૈયા માં કે બહાર ઊભો થાય તેને - ગળી જવો સહેલો છે . - ત્યારે મન બુદ્ધિ ની ઉપેક્ષા કરવી સહેલી છે . - ભૂલી જવો સહેલો છે .. પણ ' પ્રસંગ પ્રભુ - પ્રેરીત છે ....' - તેવું માનીને સદૈવ આનંદ માં રહેવું તે અઘરા માં અઘરું છે . (ગુરૂહરિ સ્વામીશ્રી )
December 1, 2014
'હું ભુલકું છું ....હું અક્ષરબ્રહ્મ છુ..મારે અને દેહ ને કોઈ સંબંધ નથી . ' હુ ભુલકુ...' means પ્રભુ બુદ્ધિયોગ આપે જ ! તમારે એટલું જ કહેવાનું છે કે ' મને ભૂલકું બનાવજો બસ.....' અને 10 મીનીટ પ્રાર્થના કરવાની છે . પછી એ ભુલ બી દેખાડશે... બધી જવાબદારી ભગવાન ની છે ; તમારી કશી જ નથી . વિચારો આપવા - એ બી ભગવાન ની જવાબદારી ...- ભૂલકું દેખાડવી - એ બી ભગવાન ની જવાબદારી ....અને ભૂલ થી પાર કરી ને નિર્દોષ બનાવવા - એ પણ ભગવાન ની જવાબદારી... (19-10-99. ગુરૂહરિ સ્વામીશ્રી)
Copyright © 2015 Aksharbrahm.com. All Rights Reserved.
